સરદાર પટેલ સ્ટેડિયમનું કાર્યક્રમો માટે બૂકીંગ બંધ કરવામાં આવ્યું
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલ પૂરતું સરદાર પટેલ સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું છે એટલે કે હવે સરદાર પટેલ સ્ટેડિયમનું કોઇ કાર્યક્રમ માટે બુકિંગ થઈ શકશે નહીં. હાલમાં સ્ટેડિયમમાં મેઇન્ટેન્સની જરુરિયાત હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. રીપેરીંગ કરવાની જરૂર હોય આ નિર્ણય કરવામાં આવ્યોઆઈ આઈ ટી મદ્રાસ દ્વારા તાજેતરમાં સરદાર પટેલ સ્ટેડિયમને લઈ એવો રિપોર્ટ આપ્યો કે આર સી સી સ્à
Advertisement
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલ પૂરતું સરદાર પટેલ સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યું છે એટલે કે હવે સરદાર પટેલ સ્ટેડિયમનું કોઇ કાર્યક્રમ માટે બુકિંગ થઈ શકશે નહીં. હાલમાં સ્ટેડિયમમાં મેઇન્ટેન્સની જરુરિયાત હોવાથી તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
રીપેરીંગ કરવાની જરૂર હોય આ નિર્ણય કરવામાં આવ્યો
Advertisement
આઈ આઈ ટી મદ્રાસ દ્વારા તાજેતરમાં સરદાર પટેલ સ્ટેડિયમને લઈ એવો રિપોર્ટ આપ્યો કે આર સી સી સ્ટેઇર કેર સ્ટીલ સ્ટ્ર્કચરને નુકશાન થયું છે. તેથી તાત્કાલીન રીપેરીંગની જરુરિયાત છે. યોગ્ય રીપરીંગ વગર તેનો ઉપયોગ જોખમી સાબિત થઈ શકે છે. બાબતની ગંભીરતા જોતા મહાનગરપાલિકા દ્વારા તેના ઉપયોગને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો નિર્ણયો લેવાયો છે. જો કે સ્ટેડિયમમાં જીમ, સ્પોટ્સ સંકુલો તેમજ મેદાનનો ઉપયોગ કરી શકાશે.
હેરિટેજ સ્ટેડિયમ 60 વર્ષ જૂનું છે
અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટડિયમ ઘણું જાણીતું છે. આ સ્ટેડિયમ 60 વર્ષ જૂનું છે અને 20મી સદીના હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે વર્લ્ડ મોન્યુમેન્ટ વોચલિસ્ટ 2020માં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં માર્ચ મહિનામાં સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દેર હાજર રહ્યા હતાં. આ સમયે પણ સ્ટેડિયમની સુવિધાઓમાં ઘણી બેદરકારી સામે આવી હતી. આ સિવાય કોરોના પહેલાં અહીં અરિજીત, પ્રીતમ સહિત ઘણાં ખ્યાતનામ ગાયકોની લાઇવ કોન્સન્ટ સમયે પણ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે.
Advertisement