Pahalgam Terror Attack : ગુજરાતી પર્યટકોના મૃતદેહોને મુંબઈથી અમદાવાદ લવાયા, હર્ષભાઈ સંઘવીએ પાઠવી શ્રદ્ધાંજલિ
- આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને અમદાવાદ લાવવામાં આવ્યા
- અમદાવાદથી મૃતદેહોને સડક માર્ગે ભાવનગર લઈ જવાશે
- સવારે CM Bhupendra Patel અંતિમ યાત્રામાં જોડાશે
Pahalgam Terror Attack : અત્યંત ચકચારી એવા Pahalgam Terror Attack માં માર્યા ગયેલા ભાવનગરના 2 પર્યટકોના મૃતદેહોને મુંબઈથી વિમાનમાં અમદાવાદ લવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ (Hrishikesh Patel) અને મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagdish VishwaKarma) હાજર રહ્યા છે. આ બંને મૃતદેહોને અમદાવાદથી સડક માર્ગે ભાવનગર લઈ જવાશે.
એરપોર્ટ પર અપાઈ શ્રદ્ધાંજલિ
આજે ભાવનગરના 2 પર્યટકોના મૃતદેહોને મુંબઈથી વિમાનમાં અમદાવાદ લવાયા છે. અમદાવાદ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghavi પહોંચ્યા છે. તેમને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેબિનેટ મંત્રી Hrishikesh Patel અને મંત્રી Jagdish VishwaKarma એ પણ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ બંને મૃતદેહોને અમદાવાદથી સડક માર્ગે ભાવનગર લઈ જવાશે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ભાવનગરમાં અંતિમયાત્રામાં ભાગ લેશે.
આ પણ વાંચોઃ Jammu Kashmir પોલીસની મોટી જાહેરાત, આતંકવાદીઓ વિશે માહિતી આપનારને મળશે મોટું ઈનામ
પાકિસ્તાનને પરિણામ ભોગવવું પડશે: ઋષિકેશ પટેલ
કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ પણ મૃતકોને એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, બન્ને મૃતદેહોને અમદાવાદ લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પણ ભાવનગર અંતિમ યાત્રામાં જોડાશે. દેશમાં ઝેર ફેલાવવાની પાકિસ્તાનની નીતિ રહી છે. અત્યારે આ જ પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. હવે ભારત શું કરશે, તેવો ડર પાકિસ્તાનને સતાવી રહ્યો છે. આતંકી ઘટનાઓ પાકિસ્તાનની દેન છે જેના પરિણામો પાકિસ્તાનને ભોગવવા પડશે.
મુખ્યમંત્રી પણ અંતિમયાત્રામાં જોડાશે
Pahalgam Terror Attack માં ભાવનગરના 2 પર્યટકોના મૃતદેહોને મુંબઈથી વિમાનમાં અમદાવાદ લવાયા છે. આ બંને મૃતદેહોને અમદાવાદથી સડક માર્ગે ભાવનગર લઈ જવાશે. આ મૃતકોની આવતીકાલે સવારે અંતિમયાત્રા નીકળશે. જેમાં CM Bhupendra Patel પણ જોડાશે.
સુરતના પર્યટકની અંતિમ યાત્રામાં સી. આર. પાટીલ જોડાશે
વહેલી સવારે 7.00 કલાકે સ્મીમેર થી મૃતદેહ ને મોટા વરાછા સ્થિત કસ્તુરી બંગલો લઇ જવામાં આવશે. જે બાદ 8.30 કલાકે મોટા વરાછાથી અંતિમ યાત્રા નીકળશે. મૃતક શૈલેષ કળઠિયાના ભાઈ મયુર ડાફલીયાના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. અંતિમ યાત્રા કઠોર સ્થિત સ્મશાન ભૂમિ પહોંચશે. જ્યાં અંતિમ વિધિ કરવામાં આવશે. અંતિમ યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયા સહિત ધારાસભ્યો પણ જોડાશે
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : આતંકવાદના ખાતમા માટે મોદી સરકાર કટિબદ્ધ - સી. આર. પાટીલ