મિશન 2022 માટે ભાજપ-કોંગ્રેસનું વોલ પેન્ટિંગ વોર શરૂ, પ્રચારના મોહમાં સરકારી સંપતિની કાળજી ભૂલ્યા
રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા તમામ પક્ષો જનતાને પોતાની તરફ ખેંચવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ કરીને રાજ્યમાં સત્તારુઢ પાર્ટી ભાજપ દ્વારા એક ખાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે. મીશન 2022 માટે રાજકીય પક્ષો વચ્ચે વોલ પેન્ટિંગની હરીફાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપે પોતાના પક્ષનું ચિન્હ કમળ અને ભાજપ લખેલું વોલ પેઇન્ટિંગ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પેઇન્ટ à
રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પહેલા તમામ પક્ષો જનતાને પોતાની તરફ ખેંચવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ કરીને રાજ્યમાં સત્તારુઢ પાર્ટી ભાજપ દ્વારા એક ખાસ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
મીશન 2022 માટે રાજકીય પક્ષો વચ્ચે વોલ પેન્ટિંગની હરીફાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપે પોતાના પક્ષનું ચિન્હ કમળ અને ભાજપ લખેલું વોલ પેઇન્ટિંગ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પેઇન્ટ કરાવ્યું છે. હવે તેમના જ પગલે ચાલતા કોંગ્રેસે પણ આ જ રસ્તો અપનાવ્યો છે. કોંગ્રેસે પણ પોતાના પક્ષનું ચિન્હ પંજો અને પક્ષનું નામ કોંગ્રેસ લખેલું વોલ પેઇન્ટિંગ શરૂ કર્યું છે. રાજકીય પક્ષો પોત પોતાના પ્રચાર માટે આ રીતે વોલ પેન્ટિંગ કરી રહ્યા છે પરંતુ સરકારી સંપતિની કાળજી રાખવાનું ભૂલી ગયા છે. રાજકીય પક્ષોના આવા ચિતરામણના લીધે સરકારી ઇમારતોની દીવાલ અને પીલ્લર બગડી રહ્યા છે. સામાન્ય રીતે સરકારી દીવાલ પર કોઈ જાહેરાત કરવી તે ગુનો છે. તેવી પણ નોટિસ મારવામાં આવતી હોય છે. પરંતુ આ રાજકીય પક્ષોને જાણે કે કોઈ નિયમ લાગુ ન પડતા હોય તેમ અમદાવાદની દીવાલો ચીતરી રહ્યા છે.
Advertisement