Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'મંત્ર’ના સંઘર્ષને જીવનમંત્ર બનાવી દિવ્યાંગ બાળકોના જીવનનો પથ કંડારતા બીજલ હરખાણીનું BAOU ખાતે ઉદબોધન યોજાયું.

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અત્રી સ્પેશ્યલ લર્નર સેન્ટર દ્વારા ખાસ રીતે World Disability Dayની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત માટે અબુ ધાબી ખાતે યોજાયેલ world summer special Olympics-૨૦૧૯માં બે સુવર્ણચંદ્રકો જીતનાર મંત્ર હરખાણી પધાર્યા...
 મંત્ર’ના સંઘર્ષને જીવનમંત્ર બનાવી દિવ્યાંગ બાળકોના જીવનનો પથ કંડારતા બીજલ હરખાણીનું baou ખાતે ઉદબોધન યોજાયું

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અત્રી સ્પેશ્યલ લર્નર સેન્ટર દ્વારા ખાસ રીતે World Disability Dayની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત માટે અબુ ધાબી ખાતે યોજાયેલ world summer special Olympics-૨૦૧૯માં બે સુવર્ણચંદ્રકો જીતનાર મંત્ર હરખાણી પધાર્યા હતા. મંત્ર હરખાણીની સિદ્ધિઓ તેમના માતા બીજલબેન હરખાણી દ્વારા રજૂ કરવામાં આવી હતી.

Advertisement

 દિવ્યાંગ બાળકના નામથી ઓળખ પામનારા એક વિશિષ્ટ વાલી

તેઓ ખુદ તેમના બાળક માટે શિક્ષક બન્યા હતા. તેમના જણાવ્યા મુજબ એક સમયે તેઓ મંત્રના કારણે સમાજ સામે જઈ શકતા ના હતા પણ આજે મંત્રના કારણે લોકો અમારી પાસે વિશેષ આમંત્રણો લઈને આવે છે. “સામાન્ય રીતે બાળકો પોતાના માતા-પિતાના નામથી ઓળખાતા હોય છે પણ અમે અમારા દિવ્યાંગ બાળકના નામથી ઓળખ પામનારા એક વિશિષ્ટ વાલી છીએ.” આ કથન છે રાજકોટના નિવાસી બીજલબેન હરખાણીનું.

Advertisement

પ્રેરણાદાયી કહાની છે મંત્રના માતા બીજલ હરખાણીની

Advertisement

દરેક માતા-પિતા માટે પુત્ર જન્મ સુખદ હોય છે. પણ જયારે જન્મેલ બાળક દિવ્યાંગતા સાથે જન્મે ત્યારે ઘણું આઘાતજનક હોય છે. મંત્ર હરખાણી જન્મથી જ ડાઉન સિન્ડ્રોમ નામની જીનેટિકલ પરિસ્થિતિ સાથે જન્મેલ દિવ્યાંગ બાળક છે. આ પરિસ્થિતિ સાથે જન્મેલ વ્યક્તિનો બુદ્ધિઆંક સામાન્ય વ્યક્તિની સરખામણીએ હમેશા 50% ઓછો રહે છે તેથી તેઓ આજીવન જીવનની દરેક પ્રવૃતિઓ સમય કરતાં મોડી શીખે છે અથવા શીખી શકતા નથી. મંત્રને નાનપણમાં ચાલવા, બોલવા, સમજવામાં, વાંચવામાં, લખવામાં, સમાજ સાથે હળવા મળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સાથે તેમના માતા-પિતા અને પરિવારે પણ સમાજની કૂથલી માનસિકતાનો સામનો કરવો પડતો હતો. પણ પોતાના સંતાનો માટે હાર માને નહિ તે મા. આવી જ પ્રેરણાદાયી કહાની છે મંત્રના માતા બીજલ હરખાણીની. કે જેમને પોતાના દિવ્યાંગ બાળક મંત્ર માટે જે કંઈપણ કરવું પડતું તે કર્યું.

અબુ ધાબી ખાતે યોજાયેલ world summer special Olympics-૨૦૧૯માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

તેમણે પોતાના બાળકના શિક્ષણ માટે ખાસ પ્રકારનું શિક્ષણ-પ્રશિક્ષણ મેળવ્યું. ભગવાને મંત્રને એક તકલીફ આપી તો સામે ઘણી વિશેષ આવડત પણ આપી. આ સિદ્ધાંત મુજબ મંત્રને નાનપણથી જ પાણી પ્રત્યે ખુબ લગાવ હતો એ જોઈ તેના માતા-પિતાએ તેને swimming ની તાલીમ અપાવવાનું શરુ કર્યું પોતાના બાળકની રસ-રૂચિ પ્રમાણે તેને તરણ (swimming)માં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું. મંત્રએ પણ તરણમાં આગળ વધવા માટે કોઈ કશાશ ના રાખી એને ૮ વર્ષની અથાગ મહેનત બાદ મંત્ર રાજ્ય કક્ષાએ, ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ swimmingની સ્પર્ધાઓમાં ઝળકવા લાગ્યો. માત્ર ૧૬ વર્ષની નાની વયે મંત્રએ અબુ ધાબી ખાતે યોજાયેલ world summer special Olympics-૨૦૧૯માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ૧૯૦ દેશના પ્રતિસ્પર્ધીઓને માત આપી આપણા દેશને માટે ગૌરવશાળી 2 સુવર્ણચંદ્રક જીત્યા.

પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એવોર્ડ-૨૦૨૧ મળ્યો

ઉપરાંત મંત્રએ free style તથા back stroke બંને રમતોમાં પ્રથમ ક્રમાંક મેળવી નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. મંત્રની આ સિદ્ધિઓને બિરદાવતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેને દેશનો પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એવોર્ડ-૨૦૨૧ મળ્યો. મંત્ર swimming સિવાય ડાન્સ, યોગા, કમ્પ્યુટરનું પણ જ્ઞાન ધરાવે છે.

મંત્ર ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના

આ યાત્રા ફક્ત મંત્ર સુધી જ સિમિત ના રહી. આ યાત્રાના સફળતામંત્રે તેના માતા-પિતા માટે મંત્રની ક્ષિતિજ ઓળંગીને અનેક દિવ્યાંગ બાળકોને શિક્ષણ-પ્રશિક્ષણ આપવા માટેનો જીવનમંત્ર બનાવ્યો. તેમણે દિવ્યાંગ બાળકોના શિક્ષણ-પ્રશિક્ષણ માટે મંત્રના નામથી મંત્ર ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થામાં વર્તમાનમાં 70થી પણ વધુ દિવ્યાંગ બાળકોને વિશિષ્ટ શિક્ષણ અને વ્યવ્સ્સાયિક તાલીમ આપી તેમને જીવનમાં પગભર બનાવવાનો સુંદર પ્રયાસ આ સંસ્થા અને બીજલબહેન, જીતેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આદર્શ માતૃત્વનું ઉત્તમ ઉદાહરણ

આ પ્રસંગે માનનીય કુલપતિ પ્રો. ડૉ.અમી ઉપાધ્યાયે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આદર્શ માતૃત્વનું ઉત્તમ ઉદાહરણ બીજલબેનથી બીજું શું હોય શકે. આપણા સમાજમાં દિવ્યાંગોની વેદના ફક્ત શબ્દો સુધી જ સિમિત રહે છે. જયારે બીજલબેને તેમની મંત્ર અને દિવ્યાંગો પ્રત્યેની વેદનાને ક્રિયાસ્વરૂપ આપ્યું છે. આ કાર્યક્રમ અહી બેઠેલા લોકો માટે નવી દિશાઓ ખોલી આપનારો બની રહેશે. તેવું તેમણે સંવેદનાસભર સ્વરમાં કહ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને આભાર દર્શન ડૉ. નિગમ પંડ્યાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. એ.કે. જાડેજા, તમામ વિદ્યાશાખાના નિયામક, તેમજ શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓ સહભાગી થયા હતા. અંતે મંત્રના માતા-પિતાના મુખેથી આ ઉદગાર સરી પડ્યા હતા “અમારા જીવનમાં મંત્રના આગમનથી અમારું જીવન ધન્ય થઇ ગયું.”

આ પણ વાંચો----KHEDA : મોતની સિરપ બનાવનાર વડોદરાનો નિતીન કોટવાણી નકલી કેમિકલ માટે કુખ્યાત..!

Tags :
Advertisement

.