ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બકરી ઈદ પહેલા સરખેજમાંથી પશુઓની તસ્કરી કરતા 2 શખ્સો ઝડપાયા

સરખેજમા બકરી ઈદ પહેલા પશુઓની ચોરી કરતી ટોળકીનાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કારને મોડીફાઈડ કરી તેમાં ગુપ્ત ખાનું તૈયાર કરીને પશુઓની ચોરી કરતા હતા. સરખેજ પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને જોઈને કાર લઈને ભાગવા જતા આ ગેંગનાં 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે.આરોપી આદમ પટેલ અને મોહમંદ ઉમેશ શેખ પશુઓની ચોરી કરવા નીકળ્યા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. બકરી ઈદ હોવાથà
01:32 PM Jul 05, 2022 IST | Vipul Pandya
સરખેજમા બકરી ઈદ પહેલા પશુઓની ચોરી કરતી ટોળકીનાં બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કારને મોડીફાઈડ કરી તેમાં ગુપ્ત ખાનું તૈયાર કરીને પશુઓની ચોરી કરતા હતા. સરખેજ પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને જોઈને કાર લઈને ભાગવા જતા આ ગેંગનાં 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે.
આરોપી આદમ પટેલ અને મોહમંદ ઉમેશ શેખ પશુઓની ચોરી કરવા નીકળ્યા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. બકરી ઈદ હોવાથી પશુઓની ચોરીનું પ્રમાણ વધતુ હોય છે, જેથી સરખેજ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. ફતેહવાડી સફવાન પાર્ક નજીક પોલીસને જોઈને એક આઈ 20 કાર ચાલક રિવર્સ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ઈલેકટ્રીક ડીપી સાથે કાર  અથડાઈ અને બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જયારે બે આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે તપાસ કરતા આ આરોપીઓ પશુઓની ચોરી કરવા આવ્યા હતા.
આરોપીઓએ કારને મોડીફાય કરીને છુપા ખાના જેવુ બનાવ્યુ હતુ. જેથી પશુઓની ચોરી કરીને સરળતાથી હેરાફેરી કરી શકાય. પોલીસે એકલવ્ય સોફટવેરમા આ કારનો નંબર પ્લેટ  ચેક કર્યો તો આ નંબર પ્લેટ આઈ 10 કારનો હતો.જયારે પકડાયેલી કારનો નંબર અલગ હોવાનું ખુલ્યું હતું. આરોપીઓ પોલીસની બચવા નંબર પ્લેટ બદલીને પશુઓની ચોરી કરતા હતા. આરોપીઓ પાસેથી પોલીસે પ્લાસ્ટીકની રસીઓ, વાસની લાકડીઓ, લોખંડની પાઈપો અને છરીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..
પશુઓની ચોરી કરતી ટોળકીના સહેજાદ કલ્યાણી અને જહીર અબ્બાસ મોમીન નામના બે આરોપી ફરાર હોવાથી પોલીસે આ વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Tags :
GujaratFirstpolicetheft
Next Article