Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SVPI Airport ને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ QCFI National Conclave માં એવોર્ડ એનાયત

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ફરી એકવાર ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા પુરવાર કરવામાં મેદાન માર્યું છે. SVPIAને ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા (QCFI) ની નવમી નેશનલ કોન્ક્લેવમાં ત્રણ એવોર્ડ જીતીને શ્રેષ્ઠ કાર્યક્ષમ એરપોર્ટનો ખિતાબ હાંસલ કર્યો છે. SVPI એરપોર્ટને '5S'...
svpi airport ને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ qcfi national conclave માં એવોર્ડ એનાયત
Advertisement

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ફરી એકવાર ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા પુરવાર કરવામાં મેદાન માર્યું છે. SVPIAને ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા (QCFI) ની નવમી નેશનલ કોન્ક્લેવમાં ત્રણ એવોર્ડ જીતીને શ્રેષ્ઠ કાર્યક્ષમ એરપોર્ટનો ખિતાબ હાંસલ કર્યો છે. SVPI એરપોર્ટને '5S' અંતર્ગત પાર એક્સેલન્સ કેટેગરીમાં એવોર્ડ એનાયત થયો છે. આ સાથે જ એરપોર્ટે શ્રેષ્ઠતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.

  • QCFI ની નેશનલ કોન્ક્લેવમાં દેશભરની વિવિધ સંસ્થાઓ તરફથી 5S પ્રેક્ટિસ માટે કુલ 145 કેસ સ્ટડીઝ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ એરપોર્ટે અમલમાં મૂકેલી વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમને ત્રણ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

SVPI એરપોર્ટ દ્વારા 5S અમલી

Advertisement

વર્કપ્લેસ મેનેજમેન્ટ માટે 5S ને ઉત્તમ, સફળ અને શ્રેષ્ઠ જાપાની મેનેજમેન્ટ તકનીક માનવામાં આવે છે. SVPI એરપોર્ટ દ્વારા 5S અમલી કરાતા કર્મચારીઓ કાર્યસ્થળે કાર્યક્ષમ, અસરકારક અને સુરક્ષિતપણે ફરજ નિભાવે છે. જેનાથી સમય અને સંસાધનોનો સુનિયોજીત અને મહત્તમ ઉપયોગ થાય છે. વળી તેનાથી કાર્યસ્થળ પર થતો બિનજરૂરી વેડફાટ અટકે છે. 5S ટર્મ પાંચ જાપાનીઝ શબ્દો પરથી ઉતરી આવી છે. જેમાં Seiri (પુનઃસંગઠન), Seiton (સુઘડતા), Seiso (સ્વચ્છતા), Seiketsu (સ્ટાન્ડર્ડાઇઝેશન) અને Shitsuke (શિસ્ત)નો સમાવેશ થાય છે.

5S ના અમલીકરણથી અસુરક્ષિત ઘટનાઓ ઘટી

SVPIA દ્વારા રજૂ કરાયેલા ત્રણ કેસ સ્ટડીઝ એન્જિનિયરિંગ અને મેન્ટેનેન્સ વિભાગના હતા. એરપોર્ટ પર જ્યાં 5s વર્કપ્લેસ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તેમાં STP (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ), ટર્મિનલ 2 - પંપ હાઉસ, અને T1 - સ્વિચ રૂમ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. 5s ના અમલીકરણથી અસુરક્ષિત ઘટનાઓમાં ઘટાડો, મેઈન્ટેઈન્ડ સાધનોની ઉપલબ્ધતા, વિશ્વસનીયતામાં વધારો, ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ, તેમજ પુનઃપ્રાપ્તિ માટે લાગતા સમય અને જગ્યામાં ઘટાડો થયો છે.

  • QCFI તરફથી એનાયત પુરસ્કારો ઉત્કૃષ્ટતા માટે એરપોર્ટની પહેલો અને પ્રતિબદ્ધતા પુરવાર કરે છે. SVPIA કામગીરીમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા તેમજ સકારાત્મક ગ્રાહક અનુભવ માટે હંમેશા કટીબદ્ધ છે.

આ પણ વાંચો : ક્યા સવાલનો જવાબ આપવાનો અંબાલાલ પટેલે ઇન્કાર કરી દીધો..? વાંચો વિગતવાર…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : જીદ કરીને રક્ષિતે કાર ચલાવી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા

featured-img
Top News

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનું કહેતા રહસ્ય સર્જાયું

featured-img
Top News

Weather Today : ઉનાળો આવી ગયો છે છતાં આ રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
ગુજરાત

VADODARA : ભ્રષ્ટાચારમાં ખરડાયેલા સસ્પેન્ડેડ અધિકારીને મોટી જવાબદારી સોંપાઇ

×

Live Tv

Trending News

.

×