Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : SVPIA ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ સફળતાપૂર્વક સંપન્ન થયો

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના સહયોગથી 31મી જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એવિએશન સિક્યુરિટી કલ્ચર વીકની ઉજવણી કરવામાં આવી હતી. અનેક કાર્યક્રમોનું આયોજન SVPI...
05:56 PM Aug 05, 2023 IST | Viral Joshi

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના સહયોગથી 31મી જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એવિએશન સિક્યુરિટી કલ્ચર વીકની ઉજવણી કરવામાં આવી હતી.

અનેક કાર્યક્રમોનું આયોજન

SVPI એરપોર્ટ પર કામ કરતી તમામ એજન્સીઓ અને હિતધારકોએ સુરક્ષા જાગૃતિની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ સુરક્ષા અંગે સ્વયંજાગૃત હોવાનો અનુભવ કરાવ્યો. સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ દરમિયાન " જુઓ, કહો અને સુરક્ષિત કરો" ટેગલાઇન સાથે ઉડ્ડયન સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપતા પેસેન્જર-કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજીત કરવામાં આવ્યા હતા.

ક્વિઝ બની આકર્ષણનું કેન્દ્ર

SVPI એરપોર્ટ પર આયોજીત વિવિધ કાર્યક્રમો પૈકી સુરક્ષા અંગે સવાલો કરતી ક્વિઝ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિથી મુસાફરોને પ્રતિબંધિત વસ્તુઓ વિશે પ્રશિક્ષિત કરવામાં ખૂબ મદદ મળી. વળી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા ટ્રેઈન્ડ ડોગ્સની મહત્વની ભૂમિકા દર્શાવવા પ્રભાવશાળી ડોગ સ્ક્વોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન

એરપોર્ટ પર સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. SVPI એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા સહિત અનેકવિધ સુવિધાઓ વધારવાના પગલાંઓ લેવામાં આવ્યા છે. જેમાં નવો સિક્યોરીટી ચેક એરિયા અને ટર્મિનલ- 1 પર સુરક્ષા હોલ્ડ વિસ્તારમાં ટૂંક સમયમાં વધારો કરવામાં આવશે. એરપોર્ટ ટર્મિનલમાં ચેક-ઇન બેગ અને હેન્ડ બેગેજમાં પ્રતિબંધિત વસ્તુઓ લાવવા લઈ જવા અંગે માહિતગાર કરતા ડિસ્પ્લે ઠેર-ઠેર મૂકવામાં આવ્યા છે. જેનાથી મુસાફરોને અવરજવરમાં તેમજ સુરક્ષા ટીમને ઝડપી પ્રક્રિયા કરવામાં સુવિધા મળી રહે છે.

પેસેન્જર ટ્રાફિકમાં વધારો

SVPI એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં 10 મિલિયનથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ચાલુ વર્ષે પ્રથમ 4 મહિનામાં જ 3.8 મિલિયન કરતાં વધુ મુસાફરો એરપોર્ટ સુવિધાનો લાભ લઈ ચૂક્યા છે. મુસાફરોની સંખ્યા વધવા સાથે તેમની સુરક્ષા અને સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા SVPI એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉન્નત કરવા તીવ્ર ગતિએ કામ કરી રહ્યું છે.

મુસાફરોને માહિતગાર કરવા માટે

ચેક-ઇન સામાનમાં સામાન્ય રીતે નીચે મુજબની પ્રતિબંધિત વસ્તુઓ જોવા મળે છે

મુસાફરોને બેગ પેક કરવા માટેની ટિપ્સ

આ પણ વાંચો : INDIA TOURISM STATISTICS-2023 REPORT : પ્રવાસન ક્ષેત્રે ભારતમાં વિદેશીઓની પહેલી પસંદ બન્યું ગુજરાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Adani GroupAhmedabadAhmedabad AirportGujarati NewsSardar Vallabhbhai Patel International AirportSVPIA
Next Article