Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ઔડાની ઓફલાઈન સિસ્ટમને સાત દિવસમાં ઓનલાઈન કરાશે

ઔડામાં પ્લાન સબમીશન, રજા ચિઠ્ઠી, ઓનલાઈન પ્રોગ્રેસ રિપોર્ટ સબમીશન જેવી તમામ પ્રક્રિયા ઓનલાઇન સિસ્ટમ  ઠપ્પ થતા મોટી સમસ્યા સર્જાઈ હતી અને તેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરાયો હતો હવે તેની સીધી અસર સામે આવી છે ઓરડાના સિનિયર ટાઉન પ્લાનર આરજે રાવલે કહ્યું છે કે ત્રણથી સાત દિવસની અંદર સિસ્ટમની દૂર કરાશે અને ડેવલોપર્સ ની પરેશાની દૂર થશે.સર્વર ઠપ્પ, કામ અટક્યાછેલ્લા દોઢ મàª
03:33 PM Dec 30, 2022 IST | Vipul Pandya
ઔડામાં પ્લાન સબમીશન, રજા ચિઠ્ઠી, ઓનલાઈન પ્રોગ્રેસ રિપોર્ટ સબમીશન જેવી તમામ પ્રક્રિયા ઓનલાઇન સિસ્ટમ  ઠપ્પ થતા મોટી સમસ્યા સર્જાઈ હતી અને તેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરાયો હતો હવે તેની સીધી અસર સામે આવી છે ઓરડાના સિનિયર ટાઉન પ્લાનર આરજે રાવલે કહ્યું છે કે ત્રણથી સાત દિવસની અંદર સિસ્ટમની દૂર કરાશે અને ડેવલોપર્સ ની પરેશાની દૂર થશે.
સર્વર ઠપ્પ, કામ અટક્યા
છેલ્લા દોઢ મહિનાથી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ઓનલાઈન સર્વર સિસ્ટમ ઠપ્પ થતા વિવિધ પ્રોજેક્ટની ફાઈલોની  પ્રોસેસિંગ પ્રક્રિયા અટકી પડી હોવાનું સામે આવ્યું હતું.  23-11-2022ના રોજથી સર્વર સદંતર બંધ, પ્લાન સબમીશન, રજા ચિઠ્ઠી થી લઈને, બીયુ પરમિશનની તમામ પ્રક્રિયા  ઓનલાઈન સિસ્ટમથી જ સબમિટ થતી હોય છે.
રજુઆતો છતાં નિવેડો નહી
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રેસિડેન્ટ તેજસભાઈ જોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો છે સદંતર સિસ્ટમ ઠપ હોવાથી કોઈ પ્રોજેક્ટ આગળ વધી શક્યા નથી તમામ પ્રોજેક્ટ રોકાઈ ગયા છે ઉપરાંત તેના કારણે રેરાના કમ્પ્લેનસીસ સમય મર્યાદામાં પુરા કરવાના હોય છે તે પણ દોઢ મહિનાથી તમામ પ્રોજેક્ટ ઠપ્પ છે. અવારનવાર ગાંધીનગરમાં રજૂઆત કરાઈ પરંતુ હજુ નિવેડો આવ્યો નથી.
ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર
છેલ્લા દોઢ મહિનાથી સર્વર કામ ન કરતા ડેવલોપર્સ ભારે પરેશાનીમાં મુકાયા છે અને મેન્યુઅલી કામનો પણ કોઈ વિકલ્પ નથી. જોકે ડેવલોપર્સને આ પરેશાનીને વાચા આપતા અહેવાલ ગુજરાત ફર્સ્ટે જ્યારે પ્રસારિત કર્યો ત્યારબાદ ઔડાના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને હવે તેમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું છે કે અમે સર્વર એરરને દૂર કરવા આદેશ આપી દીધા છે અને આગામી ત્રણ થી સાત દિવસ માટે એરર દૂર કરાશે.
આ પણ વાંચો - ઔડાની ઓનલાઈન સિસ્ટમ ODPSદોઢ મહિનાથી મરણ પથારીએ, ડેવલોપર્સ મોટી હાલાકીમાં મુકાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAUDAGujaratFirstGujaratiNewsImpact
Next Article