ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : સોશિયલ મીડિયામાં હથિયારો સાથે રોફ જમાવતા 7ની ધરપકડ

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોએ રોફ જમાવવા સોશિયલ મીડિયા પર હથિયારો સાથેનો વિડિયો કર્યો વાયરલ થતા પોલીસે વીડિયોમાં દેખાતા સાત જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરી છે. લાલ સોપારી ગેંગનો મુખ્ય આરોપી હત્યા કેસમાં જેલમાં હોવાનું ખુલતા...
08:04 PM Aug 17, 2023 IST | Viral Joshi

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોએ રોફ જમાવવા સોશિયલ મીડિયા પર હથિયારો સાથેનો વિડિયો કર્યો વાયરલ થતા પોલીસે વીડિયોમાં દેખાતા સાત જેટલા અસામાજિક તત્વોની ધરપકડ કરી છે. લાલ સોપારી ગેંગનો મુખ્ય આરોપી હત્યા કેસમાં જેલમાં હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગનો કુખ્યાત આરોપી મનોજ ઉર્ફે લાલો હત્યા કેસમાં સજા ભોગવી રહો છે.

ગુનો નોંધ્યો

આ ગેંગના આરોપી ક્રિષ્ના પટણી, રાહુલ ઉર્ફે ફાયરિંગ પટણી, અરુણ પટણી, જયંતિ ઉર્ફે બાકી ઝાલા, કપિલ પટણી અને અજ્ય ઉર્ફે ગેંડોની ધરપકડ કરવામાં આવી કારણકે આરોપીઓ એ વિસ્તારમાં રોફ જમાવવા હથિયાર સાથે વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. તેને લઈને શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

રથયાત્રાને દિવસે બનાવ્યો હતો Video

શહેર કોટડા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ PI બ્રિજેશ ભરાઈ જણાવ્યુ હતું કે, સોશિયલ મીડિયા ઉપર થયેલ વાયરલ વીડીયો 20 જૂન એટલે કે રથયાત્રાના દિવસે બનાવ્યો હતો. બે મહિના બાદ આ વિડિયો મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં જાહેર થતાં પોલીસ હરકતમાં આવી અને આરોપીઓની ધરપકડ કરી, પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉભા થયા છે, કારણકે વીડિયોમાં જોવા મળ્યો કુખ્યાત આરોપી મનોજ ઉર્ફે લાલો તાજેતરમાં હત્યા કેસમાં જેલમાં બંધ છે.

13 સામો ગુનો નોંધ્યો

જો પોલીસે આ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી હોત તો આ હત્યાની ઘટના અટકી શકી હોત. મહત્વનું છે કે આરોપી મનોજ ઉર્ફે લાલા વિરુદ્ધ 10 થી વધુ ગુનાઓ નોંધાયા છે અને તેને અગાઉ શહેરકોટડા વિસ્તારના PSI ઉપર પણ જીવલેણ હુમલો કરી ચૂક્યો હતો. શહેરકોટડા પોલીસે 13 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં 7 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 6 લોકોને પકડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : JUNAGADH : પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે પ્રાચીન શિવાલયોમાં ભાવિકોની ભીડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadAhmedabad PoliceCrime News
Next Article