યૂટ્યૂબ પર વધારે પૈસા કમાવવા માટે ફેક ન્યુઝ પ્રસારિત કરતા 3 યૂટ્યૂબ ચેનલ સંચાલકોની ધરપકડ..
21 સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મહત્વનું પાસું છે .જેનો ઘણો ઉપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. ત્યારે સાયબર ક્રાઇમ આવા માસ્ટમાઇન્ડોની ધરપકડ કરી છે. જેમાં આ આરોપીઓ યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી ફેક ન્યુઝ આપી લાખો રૂપિયા કમાતા હતા પણ આખરે સાયબર ક્રાઇમના સકંજામાં તેઓ આવી ગયા.સાયબર ક્રાઇમના સંકજામાં આવેલા આરોપીઓના નામ સુરેશ પરમાર,જીગર ધામેલીયા,સુરેશ લુહાર છે.આ આરોપીના અભ્યાસ તો સામાà
02:31 PM Jul 09, 2022 IST
|
Vipul Pandya
21 સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મહત્વનું પાસું છે .જેનો ઘણો ઉપયોગ પણ છે અને દુરુપયોગ પણ છે. ત્યારે સાયબર ક્રાઇમ આવા માસ્ટમાઇન્ડોની ધરપકડ કરી છે. જેમાં આ આરોપીઓ યૂટ્યૂબ ચેનલ ચાલુ કરી ફેક ન્યુઝ આપી લાખો રૂપિયા કમાતા હતા પણ આખરે સાયબર ક્રાઇમના સકંજામાં તેઓ આવી ગયા.
સાયબર ક્રાઇમના સંકજામાં આવેલા આરોપીઓના નામ સુરેશ પરમાર,જીગર ધામેલીયા,સુરેશ લુહાર છે.આ આરોપીના અભ્યાસ તો સામાન્ય છે.પણ મગજ ઉચ્ચ કક્ષાના ગુનેગાર જેવું છે.પૈસા કમાવવાની લાયમાં આ ત્રણે આરોપીએ અલગ અલગ યૂટ્યૂબ ચેનલ બનાવી જેમાં ખોટા સનસનીખેજ અને આકર્ષક સમાચાર પોસ્ટ કરી યુ ટ્યુબમાં વ્યુ મેળવી પૈસા કમાતા હતા.આ ત્રણે આરોપી છેલ્લા એક વર્ષથી ગુજતરાતની અલગ અલગ ઘટનાઓ અંગે સમાચાર બનાવી યૂટ્યૂબ પર મૂકી લાઈક અને વ્યુ મેળવતા હતા જેના આધારે તેમને પૈસા મળતા હતા.સાયબર ક્રાઇમના સર્વેલન્સ દરમિયાન ફેક ન્યુઝની યૂટ્યૂબ ચેનલ સામે આવતા સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે.
આ ટ્યુબ ચેનલના મથાળા હેઠળ રથયાત્રામાં હુમલો થયો છે, દ્વારકા મંદિર તણાઈ ગયું, જેવા ખોટા અને સનસની ફેલાવતા સમાચાર પ્રસારિત કરાયા હતા.આરોપી આવા ફેક અને સનસનાટી ફેંલાવે તેવા સમાચાર પ્રસારિત કરીને મહિને 1 લાખ વધારે રૂપિયા કમાતા હતા.સાયબર ક્રાઇમે હવે આવા ભય ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા અલગ અલગ 5 યુ ટ્યુબ ન્યુઝ ચેનલ JD ન્યુઝ,એજ્યુકેશન ટ્રેન્ડ,ગુજરાતી મીડિયા ન્યુઝ,ગુજરાત એક સાગર,યુવરાજ રબારી ફેન ક્લબ નામની યુ ટ્યુબ ચેનલના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે .
Next Article