Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર્મી કમાન્ડર, દક્ષિણ કમાન્ડે અમદાવાદ કેન્ટેનમેન્ટની મુલાકાત લીધી

દક્ષિણ કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ.કે.સિંહે 15 અને 16 મે, 2023ના રોજ અમદાવાદની બે દિવસીય મુલાકાત સમાપ્ત કરી હતી. તેમણે આધૂનિક, સંયોજિત, સક્ષમ અને ચપળ યુદ્ધદળની રચના માટે હાથ ધરવામાં આવી રહેલી ઓપરેશનલ તૈયારીઓ અને પગલાંઓની સમીક્ષા કરી હતી....
09:39 PM May 16, 2023 IST | Viral Joshi

દક્ષિણ કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ.કે.સિંહે 15 અને 16 મે, 2023ના રોજ અમદાવાદની બે દિવસીય મુલાકાત સમાપ્ત કરી હતી. તેમણે આધૂનિક, સંયોજિત, સક્ષમ અને ચપળ યુદ્ધદળની રચના માટે હાથ ધરવામાં આવી રહેલી ઓપરેશનલ તૈયારીઓ અને પગલાંઓની સમીક્ષા કરી હતી.

લેફ્ટનન્ટ જનરલે ચક્રવાત પ્રભાવિત વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી રાહત કામગીરી વખતે સૈન્યની બચાવ કામગીરી, રાષ્ટ્રીય મહત્ત્વની શિક્ષણ સંસ્થાઓ સાથે સંકલન સાધીને નવીન શોધખોળ, 250 મહિલા કેડેટ્સ સહિત NCC સંલગ્ન શિબિરોની કામગીરી, વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અને વિદ્યાંજલી યોજના અંતર્ગત સરહદી ગામડાઓ અને સ્થાનિક સ્કૂલોનેદ તક લેવાની કામગીરી બદલ  અધિકારીઓ, જૂનિયર લીડર્સ અને ટ્રૂપને અભિનંદન પાઠવ્યાં હતા.

આર્મી કમાન્ડરે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પણ મુલાકાત લીધી હતી અને તેમની સાથે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી.

મુલાકાત દરમિયાન તેમણે ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે રાષ્ટ્રી નિર્માણ અને અવિરત તૈયારીઓની દિશામાં ભારતીય સૈન્યના મજબૂત યોગદાન અંગે માહિતી પૂરી પાડી હતી. માનનીય રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન મોરબી રાહત અને ગુજરાત રાજ્યના સરહદી અને અંતરિયાળ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહેલી વિકાસ કામગીરી માટે નાગરિક-સૈન્ય સહકારની પ્રવર્તમાન ઊચ્ચ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : VODAFONE કર્મચારીઓના આવ્યા ખરાબ દિવસ, આટલા કર્મચારીઓને નોકરીમાંથી કરશે છૂટા

Tags :
Ahmedabad CantonmentGujaratIndian-ArmySouthern Commandvisit
Next Article