Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરખેજ ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ સામે સરખેજ પોલીસમાં અરજી

સરખેજ ભારતી આશ્રમ વિવાદનો વિવાદ દિવસે ને દિવસે વધું વકરી રહ્યો છે. સોમવારે આ વિવાદમાં સરખેજ આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ જૂનાગઢ આશ્રમના યદુનંદજી મહારાજે સરખેજ પોલીસમાં અરજી આપતાં ચકચાર મચી ગઇ હતી. તેમણે પોલીસ સમક્ષ વિલની અસલ કોપી રજૂ કરી હતી. થોડા દિવસ અગાઉ જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદજી બાપુ ગુમ થઈ ગયા હતા જે નાસિકથી મળી આવ્યા હતા. જે બાદ હરિહરાનંદજી બાપુએ જણાવ્
10:03 AM May 09, 2022 IST | Vipul Pandya
સરખેજ ભારતી આશ્રમ વિવાદનો વિવાદ દિવસે ને દિવસે વધું વકરી રહ્યો છે. સોમવારે આ વિવાદમાં સરખેજ આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ જૂનાગઢ આશ્રમના યદુનંદજી મહારાજે સરખેજ પોલીસમાં અરજી આપતાં ચકચાર મચી ગઇ હતી. તેમણે પોલીસ સમક્ષ વિલની અસલ કોપી રજૂ કરી હતી. 
થોડા દિવસ અગાઉ જૂનાગઢ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદજી બાપુ ગુમ થઈ ગયા હતા જે નાસિકથી મળી આવ્યા હતા. જે બાદ હરિહરાનંદજી બાપુએ જણાવ્યું હતું કે સરખેજ આશ્રમનો વિવાદ ચાલી રહ્યો છે જેમાં તેને ધાક ધમકીઓ મળી રહી છે અને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. હરિહરાનંદ સ્વામીએ કરેલા ખુલાસા બાદ આશ્રમનો વિવાદ બહાર આવ્યો હતો. 
જોકે હવે સમગ્ર મામલે જૂનાગઢ આશ્રમ વતી યદુનંદજી મહારાજ દ્વારા સરખેજના મહંત ઋષિ ભારતી બાપુ વિરૂદ્ધ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યું છે કે સરખેજ આશ્રમ પચાવી પાડવા માટે ઋષિ ભારતી બાપુએ ખોટું વિલ બનાવ્યું છે. યદુનંદજીબાપુએ પોલીસ તેમજ મીડિયા સમક્ષ ઓરીજનલ વિલની કોપી રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે વિશ્વંભર ભારતી બાપૂનાં દેહાંત બાદ દરેક આશ્રમ હરિહરાનંદજી બાપુ નાં દેખરેખ હેઠળ આવે છે. જોકે સરખેજના ઋષિ ભારતિબાપુ અને રાજકોટના એક વકીલ દ્વારા ખોટું વિલ બનાવવામાં આવ્યું છે. હાલતો સમગ્ર મામલે સરખેજ પોલીસે મથકમાં યદુનંદજીબાપુ દ્વારા અરજી આપવામાં આવી છે જેના આધારે પોલીસ દ્વારા પણ બંને વિલ ની ચકાસણી સહિતના મુદાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બીજી તરફ આ મામલે ઋષી ભારતી બાપુએ પણ જણાવ્યુું હતું કે મારો કોઇ ગુનો કે દોષ ના હોવા છતાં હું ખુલાસા કરું છું. બાપુને જેના પ્રત્યે લાગણી હતી તેમના જોડે વિલ કર્યું છે. હરિહરાનંદ બાપુ મારા માટે પૂજનીય છે અને મે એટલો અભ્યાસ કર્યો છે કે મારી પાસે 3 ગોલ્ડ મે઼ડલ છે. હરિહરાનંદ બાપુની માનસિકતા બધાને દબાવી રાખવાની છે. તેમણે યદુનાનંદ સામે પણ આરોપ લગાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે છાત્રાલયનું સંચાલન કરવા બેંક ખાતુ ખોલવા જણાવ્યું હતું અને ખરેખર ખોટો વહિવટ કોણ કરે છે એ હિસાબ એમણે આપવા જોઇએ. બાપુના ગયા પછી 18 જાન્યુઆરી, 2022ના રોજ છેલ્લી મિટીંગ થઇ હતી અને આ મિટીંગ બાદ કોઇ મિટીંગ થઇ નથી. જબરદસ્તીથી કોરા કાગળ પર સહિ કરાવા કહ્યું હતું અને મે ના પાડતાં મને ત્યાંથી કાઢી મુકાયો હતો. તેમણે કહ્યું કે તમામ ટ્રસ્ટીઓને પુછવું છે કે બાપુના બ્રહ્મલીન બાદ તમારું દાન કેટલું છે. 
તેમણે વધુમાં કહ્યું કે ધર્મને અનુકૂળ નિવેદન આપવામાં કોઇ રોકે તો હું પ્રેમથી સમજાવું છું.  હું પ્રોપર્ટી કે મિલકત માટે સંત થયો નથી અને બાપુ ગુમ થયા તેમાં મને ટાર્ગેટ કરાયો હતો. વારંવાર આવી ઘટના ના બને તે માટે સીઆઇડીના ડીવાયએસપી કક્ષાના અધિકારીને બાપુ કયાં હતા તેની તપાસ કરવા અરજી કરીશ
Tags :
bhartibapuaashramGujaratFirstpoliceSarkhej
Next Article