આયશાની જેમ વધુ એક પરણિતા પતિના ત્રાસથી નદીમાં કુદવા ગઈ, હાજર લોકોએ બચાવી લીધી
તાજેતરમાં આયશા આત્મહત્યા કેસમાં ચુકાદો આવ્યો એમાં તેના પતિને સજા થઈ હતી. આવી જ એક આયશા શુક્રવારની બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા પહોંચી હતી. પણ આ પરિણીતા આત્મહત્યા કરે તે પહેલા પરિણીતાને બચાવવા માટે સ્થાનિક લોકો આવી ગયા અને તેને બચાવી પોલીસને સોંપી હતી. આ સમગ્ર બનાવ અંગે હાલ મહિલાને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી.અમદાવાદની આયશાના વિડીયોએ ભલભલાને હચમચાવી દીàª
04:23 AM May 07, 2022 IST
|
Vipul Pandya
તાજેતરમાં આયશા આત્મહત્યા કેસમાં ચુકાદો આવ્યો એમાં તેના પતિને સજા થઈ હતી. આવી જ એક આયશા શુક્રવારની બપોરે રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા પહોંચી હતી. પણ આ પરિણીતા આત્મહત્યા કરે તે પહેલા પરિણીતાને બચાવવા માટે સ્થાનિક લોકો આવી ગયા અને તેને બચાવી પોલીસને સોંપી હતી. આ સમગ્ર બનાવ અંગે હાલ મહિલાને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી.
અમદાવાદની આયશાના વિડીયોએ ભલભલાને હચમચાવી દીધા હતા. પતિના ત્રાસના કારણે આતમહત્યા કરનાર આયશાના પતિને કોર્ટ સજા ફટકારી છે. શુક્રવાર બપોરે અમદાવાદ રિવર ફ્રન્ટ પાસે એક પરણીત મહિલા દોડતી દોડતી નદીમાં કૂદવા ગઈ હતી. અચાનક મહિલા દોડતા આસપાસના લોકો ત્યાં પહોચી ગયા હતા. જેમણે મહિલાને બચાવી લીધી હતી. આ મહિલા ખૂબ પરેશાન હતી. તેની આંખોમાંથી ચોધાર આંસુ નીકળી રહ્યા હતા. ત્યારે આ મહિલા કહી રહી હતી કે, મારા લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે. મારા પતિ સાથે મારો ઝઘડો છે, જેથી હું આત્મહત્યા કરવા આવી છું. આ સમગ્ર બનાવને લઈને રિવરફ્રન્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસની ટીમ તાત્કાલિક આ બનાવની જગ્યાએ પહોંચી ગઈ હતી. મહિલાનો પતિ કઈ વાતને લઈને પરેશાન કરતો હતો. બંને વચ્ચે શું અણબનાવ હતો તેની વિગત પોલીસ દ્વારા મેળવાઈ રહી છે.
Next Article