Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદને મળી વધુ એક ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કર્યું ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) સોમવારે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જ્યા તેઓ સૌ પ્રથમ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.  તાજેતરમાં તેમણે અમદાવાદના ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજ (Bhadaj overbridge)નું લોકાર્પણ કર્યું છે. ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રિય ગૃહà
અમદાવાદને મળી વધુ એક ભેટ  કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કર્યું ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) સોમવારે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જ્યા તેઓ સૌ પ્રથમ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.  તાજેતરમાં તેમણે અમદાવાદના ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજ (Bhadaj overbridge)નું લોકાર્પણ કર્યું છે. 
ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે અમિત શાહ અમદાવાદના સાયન્સ સિટી પાસે આવેલા ભાડજ ઓવરબ્રિજનું (Bhadaj overbridge) લોકાર્પણ કર્યું છે. ભાડજનો આ ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાતા રિંગરોડથી પસાર થતા રોજના 30 હજાર વાહનચાલકોને ટ્રાફિકથી (Traffic) મુક્તિ મળશે. 
સરદાર પટેલ રિંગ રોડ પર આ ઓવરબ્રિજ રૂપિયા 7,333 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. તેની લંબાઈ 1 હજાર મીટર છે. સિક્સ લેનનો આ બ્રીજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ભાડજ સર્કલ અત્યાર સુધી એસપી રિંગ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ હતું. બ્રિજ બન્યા બાદ દરરોજના 21 હજાર ભારે વાહન સીધા જ ફ્લાયઓવર પરથી નીકળી જશે. 

વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે સાણંદના વિરોચનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ઔડા નિર્મિત સમાજવાડીનું લોકાર્પણ અને પૌરાણિક મંદિરમાં દર્શન કર્યા હતા. 
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે વિરોચનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું ત્યારબાદ તેમણે ત્યા આવેલ મેલડી માતાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આજે નવરાત્રિનું પહેલું નોરતું છે ત્યારે તેમણે માતાજીના આશિર્વાદ લીધા હતા. 

કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી બે દિવસના ગુજરાતનો પ્રવાસ
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજથી એટલે કે સોમવારથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, આ દરમિયાન તેઓ 13 કાર્યક્રમોમાં પોતાની હાજરી આપશે. જેમા તેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. હાલમાં તેમણે ભાડજ ખાતે આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. વળી બપોરે બાવળામાં નળકાંઠાના ખેડૂતોના સંમેલનમાં હાજરી આપશે. જે બાદ AMC નિર્મિત સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું લોકાર્પણ 2140 EWS આવાસ અને શકરી તળાવના રિનોવેશન કાર્યનું ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે મંગળવારે અમિત શાહ ખાનગી મેડિકલ કોલેજ- હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે, તેમજ રુપાલા મંદિર સુવર્ણજડિત ગર્ભગૃહના દરવાજાનું ઉદ્ઘાટન કરશે. જે બાદ તેઓ પોતાના કૂળદેવીના દર્શન કરવા માણસા ખાતે જશે ત્યા પણ કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યાં પણ તેઓ ઉપસ્થિતી આપશે.
Advertisement
Tags :
Advertisement

.