કોરોનાના ભય વચ્ચે કયા લાગી લાઈનો, બુસ્ટર ડોઝ લેવા લોકોની પડાપડી
વિશ્વમાં કોરોનાની ફરી ખરાબ સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તો નવાઈ નહીં. ત્યારે બીજી તરફ હવે કોરોનાને લઇ અમદાવાદના લોકોમાં ભય જોવા મળ્યો છે. કારણ કે બુસ્ટર ડોઝ લેવા અમદાવાદના લોકો UHC સેન્ટર પર દોડી આવ્યા છે. તો તમામ UHC સેન્ટર પર સવારથી વેક્સિન લેવા લોકોની લાઈનો લાગી છે. ચીન અને અમેરિકાની સ્થિતિ જોતાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા છે.અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર
વિશ્વમાં કોરોનાની ફરી ખરાબ સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તો નવાઈ નહીં. ત્યારે બીજી તરફ હવે કોરોનાને લઇ અમદાવાદના લોકોમાં ભય જોવા મળ્યો છે. કારણ કે બુસ્ટર ડોઝ લેવા અમદાવાદના લોકો UHC સેન્ટર પર દોડી આવ્યા છે. તો તમામ UHC સેન્ટર પર સવારથી વેક્સિન લેવા લોકોની લાઈનો લાગી છે. ચીન અને અમેરિકાની સ્થિતિ જોતાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા છે.
અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકો પડાપડી કરી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી લોકો બૂસ્ટર ડોઝ લેવા આવી રહ્યા છે. હાલ અમદાવાદ શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનની કામગરી ચાલુ છે. જેથી તમામ લોકોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન મળી રહેશે. મહત્વનું છે કે, દુનિયાભરમાં કોરોનાના વધતા જતા કેસોએ ફરી તણાવ વધારી દીધો છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાનું નવું વેરિઅન્ટ ભારતમાં પણ આવી ગયું છે. ચીનથી ફેલાયેલું આ વેરિઅન્ટ જાપાન અને અમેરિકા સહિત ઘણા દેશોમાં હાહાકાર મચાવી રહ્યું છે. આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં કેસ વધવા લાગ્યા છે. ભારતમાં BF.7 વેરિઅન્ટના ચાર કેસ પણ મળી આવ્યા છે.
આપને જણાવી દઇએ કે, PM મોદીએ કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ભારત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. દિલ્હીમાં કોરોનાથી એક વ્યક્તિના મોત બાદ કેજરીવાલ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. મહત્વનું છે કે, કોરોના વાયરસ સતત મ્યુટેટ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેને રોકવું મુશ્કેલ બની રહ્યું છે. જે લોકોએ રસી લગાવી છે તેઓ ફરીથી કોરોનાનો શિકાર બની રહ્યા છે. વાસ્તવમાં, આવા ઘણા લક્ષણો છે જેને કોઈપણ વ્યક્તિ સામાન્ય ગણીને અવગણના કરે છે, પરંતુ તે લક્ષણો કોરોનાના પણ હોઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement