Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના SVPI એરપોર્ટે સર્જ્યો વિક્રમ,એક દિવસમાં 32000 પેસેન્જર્સે કરી મુસાફરી

SVPI એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યોઅસંખ્ય માળખાકીય સુવિધાઓને કારણે ટ્રાફિક વધારા સાથે પસંદગીનું એરપોર્ટ બન્યુ! અમદાવાદ (Ahmedabad)ના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતાં ટ્રાફિકમાં ભારે વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટે એક દિવસમાં 32000 પેસેન્જર્સે મુસાફરી કર્યાનો આંક વટાવ્યો છે જ્યારે છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વ
07:12 AM Dec 14, 2022 IST | Vipul Pandya
  • SVPI એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો
  • અસંખ્ય માળખાકીય સુવિધાઓને કારણે ટ્રાફિક વધારા સાથે પસંદગીનું એરપોર્ટ બન્યુ! 
અમદાવાદ (Ahmedabad)ના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતાં ટ્રાફિકમાં ભારે વધારો થયો છે. અમદાવાદ એરપોર્ટે એક દિવસમાં 32000 પેસેન્જર્સે મુસાફરી કર્યાનો આંક વટાવ્યો છે જ્યારે છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટ સાથે 1100 થી વધુ નોન-શિડ્યુલ ફ્લાઇટસની મૂવમેન્ટ થઈ છે. 
1164 નોન-શિડ્યુલ ફ્લાઇટ્સનો રેકોર્ડ 
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો છે.  SVPI એરપોર્ટ વધારેલી અસંખ્ય માળખાકીય સુવિધાઓને કારણે ટ્રાફિકમાં વધારા સાથે પસંદગીનું એરપોર્ટ બન્યુ છે. છેલ્લા 1 મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટ સાથે 1100 થી વધુ નોન-શિડ્યુલ ફ્લાઇટસની મૂવમેન્ટ થઈ છે. 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીના સમયગાળામાં SVPI એરપોર્ટે 1164 નોન-શિડ્યુલ ફ્લાઇટ્સનો રેકોર્ડ કર્યો છે જેમાં અનેક VIP ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે.
GA ટર્મિનલ બનાવાયું
એરપોર્ટનું  GA ટર્મિનલ બિઝનેસ જેટ અને ચાર્ટર્ડ એરક્રાફ્ટનું ઝડપી ટર્નઅરાઉન્ડ સુનિસ્ચિત કરે છે.તે મુસાફરોને જનરલ પેસેન્જર ટર્મિનલ્સમાં કોમર્શિયલ ફ્લાઇટ્સ સાથેના ટેક્સિંગ સ્લોટથી અલગ કરે છે. આ સુવિધાથી દેશમાં સામાન્ય ઉડ્ડયન ક્ષેત્રના વિકાસનો માર્ગ મોકળો થયો છે. GA ટર્મિનલ માટે 4500 ચોરસ ફૂટના ટર્મિનલ બિલ્ડિંગમાં 12000 ચોરસ ફૂટમાં સુંદર ડિઝાઇન કરેલો  પ્રવેશદ્વાર બનાવાયો છે અને તે 24x7 ઓપરેશન કંટ્રોલ સેન્ટર ધરાવે છે. આ સ્થળે ખાનગી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. 

VIPનો ભરચક ટ્રાફિક 
સ્થાનિક સત્તાધીશો અને હિતધારકોનાં સંકલન દ્વારા મુસાફરીમાં બને એટલી સગવડો સુનિસ્ચિત કરવા એરપોર્ટ દ્વારા સમર્પિત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. છેલ્લા મહિનામાં અનેક રાષ્ટ્રીય મહાનુભાવોએ SVPI એરપોર્ટની મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને માનનીય વડાપ્રધાનનો સમાવેશ થાય છે. SVPI એરપોર્ટની ટીમે સ્થાનિક સત્તાધીશો અને CISF ના સહયોગથી તેમના સરળ ટ્રાન્સફરની ખાતરી કરી હતી. SVPI એરપોર્ટ ઉદ્યોગો અને દેશના મોટા એરપોર્ટ દ્વારા નિર્ધારિત ઉચ્ચ ધોરણોની સમકક્ષ છે. 
નોન-શિડ્યુલ્ડ ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ હિલચાલ માટે ખાસ બનાવેલા નવા જનરલ એવિએશન ટર્મિનલના કારણે નોન-શિડ્યુલ્ડ પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.
આ પણ વાંચો--મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને આપ્યું લક્ષ્ય, 100 દિવસમાં કરો આ કામ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadGujaratFirstrecordSVPIAirport
Next Article