Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદના 99 વર્ષના ઈશ્વરલાલ દવે મતદાન માટે સૌ કોઈને પ્રરિત કરી રહયા છે

1942ની ચળવળમાં 6 માસની સજા ભોગવીદરેક ચૂંટણીમાં અચુક મતદાન કરે છેસ્વતંત્ર્ય સેનાની છે ઈશ્વરલાલ દવેગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections) તમામ પક્ષોએ એડીચોટીનું જીતવા માટે જોર લગાવ્યું છે તેવામાં તમામ મતદારો મત કરે તે માટે પણ ચૂંટણી પંચે અનેક જાગૃતિના કાર્યક્ર્મો કરે છે. લોકશાહીના આ પર્વ માટે જગૃતિ માટે અમદાવાદના 99 વર્ષના ઈશ્વર દવે (Ishvar Dave) સૌ કોઈને પ્રરિત કરી રહયા છે.મતદાન નથી કરતા તે
અમદાવાદના 99 વર્ષના ઈશ્વરલાલ દવે મતદાન માટે સૌ કોઈને પ્રરિત કરી રહયા છે
  • 1942ની ચળવળમાં 6 માસની સજા ભોગવી
  • દરેક ચૂંટણીમાં અચુક મતદાન કરે છે
  • સ્વતંત્ર્ય સેનાની છે ઈશ્વરલાલ દવે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections) તમામ પક્ષોએ એડીચોટીનું જીતવા માટે જોર લગાવ્યું છે તેવામાં તમામ મતદારો મત કરે તે માટે પણ ચૂંટણી પંચે અનેક જાગૃતિના કાર્યક્ર્મો કરે છે. લોકશાહીના આ પર્વ માટે જગૃતિ માટે અમદાવાદના 99 વર્ષના ઈશ્વર દવે (Ishvar Dave) સૌ કોઈને પ્રરિત કરી રહયા છે.
મતદાન નથી કરતા તે લોકો માટે પ્રરણારૂપ
દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે થયેલી ચળવળમાં તેઓ ભાગ લઈ ચુક્યા છે. ઈશ્વર દાદા સ્વાતંત્ર્ય સેનાની છે અને જેઓ હાલ 99 વર્ષની વયે પણ અડીખમ છે અને ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં (Elections 2022) તેઓ મતદાન કરી એવા લોકો માટે ઉદાહરણ રુપ બનશે કે જેઓ ચૂંટણીમાં મતદાન કરતા નથી.
મહામુલી આઝાદી, લોકશાહી અને મતદાનનું મહત્વ જાણે છે
સ્વતંત્ર્ય સેનાની ઈશ્વરલાલ દવે લોકશાહી અને મતદાનનું મહત્વ જાણે છે કારણ કે મહામુલી આઝાદી મળવાના તેઓ સાક્ષી રહી ચુક્યા છે. ઈશ્વર દાદાએ 1942ની ચળવળ ભાગ લીધો હતો. એ સમયે અસારવામાં રેલી સમયે અંગ્રેજ પોલીસે તેઓની ધરપકડ કરી હતી. ગાયકવાડ હવેલીમાં એક બેરેકમાં 30થી 40 લોકોને રાખ્યા હતા અને માફી ના સ્વીકારતા 6 માસની સજા અને 200 રુપિયાનો દંડ પણ થયો હતો.
દરેક ચૂંટણીમાં મતદાન કરે છે
નવરંગપુરા વિસ્તારમાં રહેતા 99 વર્ષીય ઈશ્વરલાલ દવેની. કે જેઓ સ્વાંતત્ર્ય સેનાની છે. ઈશ્વરલાલ દવેની વાત કરવામાં આવે તો તેઓ દરેક ચૂંટણીમાં ઉત્સાહ પુર્વક મતદાન કરે છે. તેમના પરીવારજનોનું કહવું છે કે દરેક ચૂંટણીમાં અચુક મતદાન કરવા માટે જાય છે. તેઓનો જન્મ 14 જાન્યુઆરી  1924માં થયો હતો અને હાલ તેઓ 99 વર્ષની વયે પહોંચ્યા છે. આઝાનીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે અમદાવાદ કલેક્ટરે ગત વર્ષે ઈશ્વરલાલ નારાયણદાસ દવેનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.