Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમલૈંગિક મિત્રતાની એપ્લિકેશનમાં અમદાવાદનો યુવક છેતરાયો, લાખ રૂપિયાની છેતરપિંડી

ઓનલાઈન પ્રેમ પડ્યો મોંઘોઅમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો યુવક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમલૈગિંક મિત્રતા એપ્લિકેશન મારફતે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકે GRINDER GAY CHAT નામની એપ્લિકેશન પર એકાઉન્ટ બનાવ્યુ હતું અને તે અન્ય યુવકના સંપર્કમાં આવ્યો  હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકને મિત્રતા કરવી ભારે પડી. યુવકને રવિ નામના મિત્રની રિ
સમલૈંગિક મિત્રતાની એપ્લિકેશનમાં અમદાવાદનો યુવક છેતરાયો  લાખ રૂપિયાની છેતરપિંડી
ઓનલાઈન પ્રેમ પડ્યો મોંઘો
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો યુવક ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યો છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમલૈગિંક મિત્રતા એપ્લિકેશન મારફતે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવકે GRINDER GAY CHAT નામની એપ્લિકેશન પર એકાઉન્ટ બનાવ્યુ હતું અને તે અન્ય યુવકના સંપર્કમાં આવ્યો  હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકને મિત્રતા કરવી ભારે પડી. યુવકને રવિ નામના મિત્રની રિકવેસ્ટ આવી હતી. બંને વચ્ચે એપ્લિકેશનના માધ્યમથી વાતચીત થઈ. ફરિયાદી યુવકને રવિએ સોલા ભાગવત ખાતે મળવા બોલાવ્યો. ફરિયાદી જ્યારે  યુવકને મળવા પહોંચ્યો ત્યારે રવિ સહિત અન્ય યુવકો તેને થોડે દૂર લઈ ગયા અને તેને મારી નાખવાની ધમકી આપી તેના ખાતામાંથી એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા.
યુવકને ધમકી આપનાર શખ્સોએ પોલીસ ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. સોલા હાઈકોર્ટ પોલીસે પીડિત યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે સોલા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ મોજશોખ માટે ગે યુવકોને ટાર્ગેટ કરીને મળવા પોલીસે પૈસા પડાવતા હોવાનું ખુલ્યુ છે, તેમજ અત્યાર સુધીમાં 15 જેટલા યુવકો પાસે લાખો રૂપિયા પડાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે..
Advertisement
Tags :
Advertisement

.