Ahmedabad : ચાણક્યપૂરીમાં લારી પાથરણાં વાળા વેપારીઓનો હોબાળો! એક સાઇડનો રોડ બંધ કર્યો
- Ahmedabad નાં ચાણક્યપૂરી વિસ્તારમાં વેપારીઓનો હોબાળો
- લારી પાથરણાં વાળા વેપારીઓનાં દબાણ હટાવતા હોબાળો થયો
- AMC ની દબાણ શાખા દ્વારા દબાણ હટાવતા લોકોનો ઉગ્ર વિરોધ
- વેપારીઓએ હોબાળો કરી એક સાઈડનો રોડ બંધ કરતા વાહનચાલકોને હાલાકી
અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાંથી મોટા સમાચાર આવ્યા છે. લારી પાથરણાં વાળા વેપારીઓનાં દબાણ હટાવતા ભારે હોબાળો થયો છે. AMC ની દબાણ શાખા દ્વારા દબાણ હટાવતા કોર્પોરેશનનાં કર્મીઓ અને લોકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું છે. વેપારીઓએ એક સાઇડનો રોડ બંધ કરી દેતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી છે. આ અંગે જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હોબાળો કરતા વેપારીઓ અને લોકોને સમજાવી મામલો શાંત પાડવાની કોશિશ કરી હાથ ધરી છે.
આ પણ વાંચો - Valsad News:વાપીની KBS કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગોઝારી ઘટના, પાંડવ કુંડમાં ડૂબી જવાથી 4 લોકોના મોત
લારી પાથરણાં વાળા વેપારીઓનાં દબાણ હટાવતા હોબાળો
માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં (Chanakyapuri) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લારી પાથરણાં વાળા વેપારીઓનાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરીને એક સાઈડનો રોડ બંધ કરી દેવામાં આવ્યો, જેના કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આ પણ વાંચો - Bhavnagar : મહુવા પોલીસે મકાનમાં દરોડા પાડ્યા, દ્રશ્યો જોઈ ચોંકી ઊઠી!
વૈકિલ્પક જગ્યા આપવા વેપારીઓની માગ
પોલીસે વિરોધ કરતા લોકો અને વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે સ્થાનિક વેપારીઓએ વૈકિલ્પક જગ્યા આપવા માગ કરી છે. સાથે જ આરોપ કર્યો કે, સોસાયટીનાં રહીશો દ્વારા તેમને બળજબરી હટાવવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
આ પણ વાંચો - Bharuch: સુપર સ્ટાર શાહરૂખના ઘરમાં તસ્કરે ચોરીને આપ્યો અંજામ