ગરમીને લઇને અમદાવાદ ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય, બપોરના સમયે 123 ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હીટવેવના કારણે બપોરના સમયે તો રસ્તા પર નિકળવું આકરું થઇ પડે છે. તાપમાનનો પારો સતત ઉપરને ઉપર જઇ રહ્યો છે. આ ભયંકર હીટવેવના કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. ગરમીના પ્રોકપના કારણે લોકો રસ્તા પર જ ચક્કર ખાઇને પડી રહ્યા હોવાના કિસ્સાઓ પમ સામે આવ્યા છે. હજુ પણ હીટવેવ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.આવી સ્થિતિમાં બપોરના સમયે રસ્તà
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હીટવેવના કારણે બપોરના સમયે તો રસ્તા પર નિકળવું આકરું થઇ પડે છે. તાપમાનનો પારો સતત ઉપરને ઉપર જઇ રહ્યો છે. આ ભયંકર હીટવેવના કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. ગરમીના પ્રોકપના કારણે લોકો રસ્તા પર જ ચક્કર ખાઇને પડી રહ્યા હોવાના કિસ્સાઓ પમ સામે આવ્યા છે. હજુ પણ હીટવેવ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
આવી સ્થિતિમાં બપોરના સમયે રસ્તા પર નિકળવું અને તેમાં પણ બે ત્રણ મિનિટ સુદી ધોમધખતા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભું રહેવું અત્યંત જોખમી છે. જેને ધ્યાને રાખીને અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી અમદાવાદીઓને ઘણી રાહત મળશે. આ નિર્ણય પ્રમાણે બપોરના સમયે શહેરના 50 ટકા કરતા પણ વધારે ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે. આ સિવાય જે સિગ્નલો ચાલુ હશએ તેમને પણ સમય ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસની બેઠકમાં નિર્ણય
અમદાવાદ શહેરમાં લોકોને બપોરના સમયે ગરમીથી રાહત મળે તે માટે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય ટ્રાફિક પોલીસે લીધો છે. અમદાવાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલ ૧૪ જેટલા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને સિગ્નલ ચાલુ રાખવા કે બંધ રાખવા તે અંગે નિર્ણય લેવાની સત્તા અપાઇ છે. જ્યાં સુધી ગરમી નહીં ઘટે ત્યાં સુધી આ નિર્ણયનો અમલ કરવામાં આવશે.
બપોરે 1થી 4 દરમિયાન સિગ્નલો બંધ રહેશે
બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે શહેરના ૨૫૦થી વધારે જ ટ્રાફિક સિગ્નલોમાંથી 123 જેટલા ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે બંધ રખાશે. બપોરે 1થી 4 દરમિયાન આ સિગ્નલો બંધ રહેશે. જ્યારે 57 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરના સમય ચાલુ રહેશે, કારણકે આ સિગ્નલો એવા છે કે જ્યાં બપોરના સમયે પણ લોકોની અવર જવર વધારે હોય છે. જેથી તેને બંધ કરી શકાય નહીં. જો કે બપોરના સમયે આ 57 ટ્રાફિક સિગ્નલો પર એક મિનિટની સમયમર્યાદા ઘટાડીને ૩૦ થી ૪૦ સેકન્ડની કરાશે.
Advertisement