Ahmedabad : HC માં સરકારી વકીલે કહ્યું- ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે શહેરો સુરક્ષિત હોવા જોઈએ..!
- વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનાં આતંકનો મુદ્દો હાઇકોર્ટ પહોંચ્યો (Ahmedabad)
- રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
- ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઈએ : સરકારી વકીલ
- રાજ્ય સરકાર અસામાજિક તત્વોના આતંકને ચલાવી નહીં લે : સરકારી વકીલ
Ahmedabad : વસ્ત્રાલ વિસ્તારમાં (Vastral) અસામાજિક તત્વોના આતંકનો મુદ્દે હવે હાઈકોર્ટ પહોંચ્યો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં (Gujarat High Court) પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારી વકીલ જી.એચ. વિર્કનીએ હાઈકોર્ટમાં રજૂઆત કરતા કહ્યું કે, ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઈએ. DGP એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓનો અહેવાલ માંગ્યો છે. રાજ્યભરમાં આવા તત્વોની સામે 100 કલાકમાં કડક પગલાં લેવાશે.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યમાં કાયદા-વ્યવસ્થા અંગે કોંગ્રેસને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો જવાબ
ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઈએ : સરકારી વકીલ
અમદાવાદનાં (Ahmedabad) વસ્ત્રાલ સહિત રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં અસામાજિક અને લુખ્ખા તત્વોના આંતક અને ગંભીર ગુનાખોરીની ઘટનાઓ બાદ રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. ત્યારે આ મામલે સરકારની પ્રતિક્રિયા સામે આવી છે. હાઈકોર્ટમાં અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં (Vastral) અસામાજિક તત્વોનાં આતંક મામલે સુનાવણી દરમિયાન સરકારી વકીલ જી. એચ. વિર્કનીએ (G.H. Virkani) રાજ્યમાં કાયદા-વ્યવસ્થાને લઈ સરકારનું વલણ સ્પષ્ટ કરતા કોર્ટમાં જણાવ્યું કે, ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઈએ. રાજ્ય સરકાર અસામાજિક તત્વોનાં આતંકને ચલાવી નહીં લે.'
Ahmedabad : લુખ્ખાઓ બેફામ, પોલીસ એક્શનમાં | Gujarat First
-અમદાવાદમાં લુખ્ખાગીરી કરનારાઓ ચેતી જજો!
-વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોની પોલીસે કરી બરાબર સર્વિસ
-પોલીસે અત્યાર સુધીમાં 9 લુખ્ખાઓની કરી અટકાયત
-15થી 20 લુખ્ખાઓના ટોળાએ મચાવ્યો હતો આતંક
-ગણતરીના કલાકોમાં પોલીસે લુખ્ખાઓને ઝડપી… pic.twitter.com/UE4Wm788ZE— Gujarat First (@GujaratFirst) March 14, 2025
આ પણ વાંચો - Sanand Veeranjali Program : સાણંદ ખાતે શહીદ દિને વીર સપૂતોની યાદમાં વીરાંજલિ કાર્યક્રમ યોજાશે
'ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે પગલાં લેવા રાજ્ય સરકાર કટિબદ્ધ'
સરકારી વકીલે આગળ કહ્યું કે,'DGP એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓનો અહેવાલ માંગ્યો છે. રાજ્યભરમાં આવા તત્વોની સામે 100 કલાકમાં કડક પગલાં લેવાશે.' સરકારી વકીલે જણાવ્યું કે,'વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરશે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે પગલાં લેવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર શહેરોને સુરક્ષિત જોવા માંગે છે. રાજ્ય સરકાર નાગરિકોને આતંકી સ્થિતિમાં જોવા માંગતી નથી. સુરક્ષા માટે પોલીસ અને કોર્પોરેશનનાં સંકલનમાં કડક કાર્યવાહી કરાશે.' પૌત્રનાં ગુનાનાં કારણે પોતાનાં ઘર પર બુલડોઝર ફરશે તેવા ડરથી હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં રાજ્ય સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. જ્યારે અરજદાર તરફથી થયેલ પિટિશન ટકવા પાત્ર નહીં લાગે તો કોર્ટ (Gujarat High Court) ભારે દંડ સાથે અરજી ફગાવશે તેવું કોર્ટે પ્રાથમિક તબક્કે વલણ સ્પષ્ટ કર્યું છે.