Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શાળાઓમાં પંદર ટકા સુધીનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અમદાવાદ સ્કૂલ બોર્ડનો પ્રયાસ

અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ (Ahmedabad School Board) હસ્તકની શાળાઓ કે જેમાં ગરીબ બાળકો સારુ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેના માટે કામગીરી કરાઈ રહી છે. તેમાં ૩૫૦ શાળાઓમાં ૧૮ હજારથી વધુ બાળકો ધોરણ-આઠમા અભ્યાસ કરતા પંદર ટકા વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળાઓમા ધોરણ-નવના વર્ગની વ્યવસ્થાના અભાવથી શિક્ષણ અધૂરુ મુકી દેતા હોવાનુ તારણ બહાર આવ્યુ છે.  મ્યુનિ. શાળાઓમા ધોરણ-નવના વર્ગો જૂન-૨à«
03:33 AM Jan 03, 2023 IST | Vipul Pandya
અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ (Ahmedabad School Board) હસ્તકની શાળાઓ કે જેમાં ગરીબ બાળકો સારુ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેના માટે કામગીરી કરાઈ રહી છે. તેમાં ૩૫૦ શાળાઓમાં ૧૮ હજારથી વધુ બાળકો ધોરણ-આઠમા અભ્યાસ કરતા પંદર ટકા વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળાઓમા ધોરણ-નવના વર્ગની વ્યવસ્થાના અભાવથી શિક્ષણ અધૂરુ મુકી દેતા હોવાનુ તારણ બહાર આવ્યુ છે.  મ્યુનિ. શાળાઓમા ધોરણ-નવના વર્ગો જૂન-૨૦૨૩થી શરુ કરવા અંગે મંજુરી આપવા મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામા આવી છે.
ધોરણ-નવના વર્ગ શરુ કરવા ચર્ચા
મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની ૩૫૦ શાળાઓમા ૧૮૭૧૨ જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. આ શાળાઓમાં ધોરણ-આઠ સુધીના જ વર્ગ હાલમાં ચલાવવામા આવી રહયા છે. શહેરમાં એક સમયે અસ્તિત્વ ધરાવતી માધ્યમિક શાળા શિક્ષણ સમિતિ હસ્તકની પાંચ શાળાઓ જેમા મણીનગર  મ્યુનિ.ગુજરાતી  માધ્યમિક શાળા ઉપરાંત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ઉપરાંત અસારવા મ્યુનિ.ગુજરાતી માધ્યમમિક શાળા,બાપુનગર મ્યુનિસિપલ હીંદી શાળા માં ધોરણ-નવ અને દસ તથા રખિયાલ મ્યુનિસિપલ ઉર્દૂ શાળા ખાતે ધોરણ-નવથી બાર સુધીના ચાલતા વર્ગમાં ૩૫ લોકોના શૈક્ષણિક સ્ટાફ સાથે ૧૧૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. આ શાળાઓનુ સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડને સોંપવા અને મ્યુનિસિપલ શાળાઓમા ધોરણ-નવના વર્ગ શરુ કરવા અંગે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમા ચર્ચા કરવામા આવી હતી.

મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ
ચેરમેન હિતેશ બારોટના કહેવા પ્રમાણે, આ શાળાઓ સ્કૂલ બોર્ડ હસ્તક સોંપવાની સાથે મ્યુનિ.શાળાઓમા નવા વર્ગ શરુ કરવા રાજય સરકાર મંજુરી આપે તો મ્યુનિસિપલ શાળાઓ પાસે તો બિલ્ડિંગ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. માત્ર નિયમ મુજબ ધોરણ-નવ અને દસના વર્ગ માટે ત્રણ શિક્ષક સહિતના સ્ટાફ અને તેમના પગારની વ્યવસ્થા કરવાની થાય.  મ્યુનિ.શાળાઓમાં નવા વર્ગ શરુ થતા હાલમા જે ડ્રોપઆઉટ રેશિયો જોવા મળી રહયો છે એ પણ નાબૂદ કરી શકાશે. જો સરકાર મંજુરી આપે તો જૂન-૨૦૨૩થી  અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની શાળાઓમા ધોરણ-નવના વર્ગ શરુ કરી શકાય એમ છે.નવા વર્ગ શરુ કરવાની મંજુરી માટે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઈ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
આ પણ વાંચો--ડિમ્પલ કાપડિયાનો ભત્રીજો સુરેન્દ્રનગરમાં બાઇક ચોરીમાં ઝડપાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabadSchoolBoardGujaratFirst
Next Article