Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદનો આજે 612મો સ્થાપના દિવસ, શહેરને મળ્યો છે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો

ગુજરાતનું ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદનો આજે 612મો સ્થાપન દિવસ છે. શહેરની સ્થાપના 612 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે કરી હતી. આ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે. અંદાજે 84 લાખની વસ્તી ધરાવતું આ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે. 1970માં રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી તે પહેલા અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. શરૂઆતમાં અમદાવાદને આશાવલ કહેવામાં આવતું હતું. આ શહેરનો પાયો વર્ષ 1411માં à
03:57 AM Feb 26, 2023 IST | Vipul Pandya
ગુજરાતનું ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદનો આજે 612મો સ્થાપન દિવસ છે. શહેરની સ્થાપના 612 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે કરી હતી. આ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે. અંદાજે 84 લાખની વસ્તી ધરાવતું આ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે. 1970માં રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી તે પહેલા અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. શરૂઆતમાં અમદાવાદને આશાવલ કહેવામાં આવતું હતું. આ શહેરનો પાયો વર્ષ 1411માં નાખવામાં આવ્યો હતો. શહેરનું નામ સુલતાન અહેમદ શાહના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે
અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળી ચુક્યો છે. અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક, આર્થિક અને ભારતનું સૌથી મોટું સાતમું શહેર છે. આ શહેરની સ્થાપના બાદશાહ અહેમદ શાહે કરી હતી પણ આ પહેલા આ શહેરને 11મી સદી આસપાસ આશાવલ અથવા આશાપલ્લી તરીકે ઓળખાતું હતું. અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક, આર્થિક રીતે સૌથી મહત્વનું શહેર છે. અમદાવાદને "ભારતનું માન્ચેસ્ટર" તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં, અમદાવાદ ભારતના ગુજરાત રાજ્યમાં એક મુખ્ય ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું છે. અમદાવાદ એક બાદ એક સફળતા હાંસલ કરી રહ્યું હતું ત્યારે વર્ષ 2017માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મળ્યું. અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં જાહેર થયેલું ભારતનું પ્રથમ શહેર છે. વિશ્વ વિરાસત શહેરની યાદીમાં સ્થાન મેળવવા માટેના યુનેસ્કોના વિવિધ 10 જેટલા માનદંડો પર પાર ઉતરીને અમદાવાદે આ ગૌરવ-સન્માન મેળવ્યું હતું. અંગ્રેજ શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટુંં શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અગત્યનો ભાગ રહ્યું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને 'માન્ચેસ્ટર ઑફ ધ ઈસ્ટ' તરીકે ઓળખવામાં આવતું હતું.
દર વર્ષે માણેકબુર્જની ધજા બદલી અને પૂજા અર્ચના કરવામાં આવે છે
અમદાવાદના સ્થાપના દિવસે માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજીના વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવે છે. જણાવી દઇએ કે, એલિસબ્રિજ ખાતેના માણેક બુર્જ ખાતે અમદાવાદ શહેરની પ્રથમ ઇંટ મુકાઈ હતી. પરંપરા મુજબ દર વર્ષે માણેકબુર્જની ધજા બદલી, પૂજા અર્ચના કરી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, બાબા માણેકનાથ એ 15 મી સદીના હિંદુ સંત હતા. તેઓ ભારતના ગુજરાતના હાલના અમદાવાદ શહેર નજીક સાબરમતી નદીના કાંઠે રહેતા હતા. તેમણે 1411 માં અહમદશાહને ભદ્રનો કિલ્લો બનાવવામાં મદદ કરી હતી. જ્યારે દિવસના સમયમાં કિલ્લાની દિવાલો ચણાતી તેની સાથે સાથે તેઓ પણ દિવસ દરમિયાન સાથે સાથે સાદડી વણતા. રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા, ત્યારે જાદુઈ રીતે કિલ્લાની દીવાલો પણ તૂટી પડતી. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ, ત્યારે તેમની જાદુઈ શક્તિનો પરચો બતાવવા તેમને અહમદશાહ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. બીજા કિસ્સામાં તેમણે રાજાને તે સ્થળ શોધવામાં મદદ કરી કે જ્યાંથી કિલ્લાનું નિર્માણ શરૂ કરવામાં આવે. તેમની સલાહથી શહેરની સ્થપતિ અહેમદ ખાતુએ શહેરનો નકશો બદલ્યો. તેમણે સાબરમતી નદીના ફર્નાન્ડીઝ બ્રિજ નીચેના સ્થળે જીવતે જળ સમાધી લીધી હતી. શહેરના પ્રથમ પા ભાગને, માણેક ચોકનું નામ તેમના નામે અપાયું. તેમની યાદગીરી રુપે એક સ્મારક મંદિર પણ ઉભું કરવામાં આવ્યું છે. એલિસ બ્રિજના પૂર્વ દિશામાં સ્થિત કિલ્લાના પ્રથમ બુર્જને માણેક બુર્જ તરીકે ઓળખવામાં આવે છે.


મહત્મા ગાંધીની બની હતી કર્મભૂમિ
અમદાવાદ એક એવી ભૂમિ છે કે જ્યા મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના કાંઠે ગાંધી આશ્રમની સ્થાપના કરી અને શહેરને તેમની “કર્મભૂમિ” તરીકે પસંદ કર્યું હતું. પોતાની કર્મભૂમિ અંગે ગાંધીજીએ ઘણું કહ્યું છે. સત્યના પ્રયોગો પુસ્તકમાં અમદાવાદની પસંદગી અંગે ગાંધીજીએ લખ્યું છે કે, ‘અમદાવાદ ઉપર મારી નજર હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે એવી પણ માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહી ધનાઢ્ય લોકો વધારે મદદ કરી શકશે એ પણ આશા હતી. ગાંધીજી અમદાવાદમાં આવ્યા તે પહેલાથી જ ગુજરાતમાં કોંગ્રેસ હતું. પરંતુ તેની કામગીરી અત્યંત નબળી હતી. ગાંધીજીના આગમન પછી અમદાવાદના રાજકીય માનસમાં પરિવર્તન શરૂ થયું હતું, તેમજ કોંગ્રેસની રાજકીય પ્રવૃત્તિઓમાં પણ તે સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. 

શહેરનો થયો ખૂબ વિકાસ
વર્ષ 1960 માં ગુજરાત રાજ્યની રચના સાથે, અમદાવાદ શહેરે રાજ્યની રાજકીય અને વ્યાપારી રાજધાની તરીકે મહત્ત્વ મેળવ્યું. એક સમયે ધૂળવાળાં રસ્તાઓ અને ગીચ સ્થાનો ધરાવતુ શહેર, આજના મુખ્ય બાંધકામ અને વસ્તી વધારાનું સાક્ષી છે. શિક્ષણનું વધતું કેન્દ્ર, માહિતી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઉદ્યોગો સાથે, અમદાવાદ ગુજરાતનું અને પશ્ચિમ ભારતનું મોટાભાગનું સાંસ્કૃતિક અને વ્યાપારીહ્રદય કેન્દ્ર છે. વર્ષ 2000 થી, શહેર ગગનચુંબી ઇમારતો, શોપિંગ મોલ્સ અને મલ્ટિપ્લેક્સીસના નિર્માણ દ્વારા પરિવર્તિત થયું છે. BRTS અને સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ પણ પ્રગતિ હેઠળ છે. કાંકરિયા તળાવ, સિદ્દી સૈયાદની જાલી, જામા મસ્જિદ, સરખેજનો રોઝા એ શહેરમાં આવેલા ઐતિહાસિક સ્મારકો/સ્થળો છે. ગાંધી આશ્રમ, અભય ઘાટ (સ્વ.પ્રધાનમંત્રી શ્રી મોરારજી દેસાઈની સમાધિ), સાયન્સ સિટી, વૈષ્ણવદેવી મંદિર, ઇસ્કોન મંદિર પણ પ્રવાસીઓના આકર્ષણ માટે પ્રસિદ્ધ છે. નળસરોવર તળાવ પણ જાણીતુ બર્ડ અભયારણ્ય છે જ્યાં મધ્ય એશિયાના સ્થળાંતરિત પક્ષીઓ દર વર્ષે શિયાળાના મોસમમાં આવે છે, જે અમદાવાદ જીલ્લામાં આવેલું છે.
અમદાવાદમાં ભારત દેશમાંથી વિવિધ લોકો આવીને વસે છે
મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક મહાન લોકોની કર્મ ભૂમિ અમદાવાદ બની છે. સમયની સાથે-સાથે અમદાવાદ વિકસતું ગયું અને તેમાં અનેક આધુનિકતાના નવા રંગો ઉમેરાતા ગયા. અમદાવાદનું કલ્ચર એટલું અનેરું છે કે આખા ભારત દેશમાંથી વિવિધ લોકો આવીને અમદાવાદમાં વસે છે અને પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. ગાંધીજીનો સત્યાગ્રહ હોય કે પછી દાંડીકૂચ હોય સૌ કોઇનું સાક્ષી અમદાવાદ શહેર બન્યું છે. વિવિધતામાં એકતા અને ભાતીગળ સંસ્કૃતિ અમદાવાદમાં જોવા મળે છે.
 
આ પણ વાંચો - આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હસ્તે ધીરણપત્રો એનાયત, આટલા કરોડનું થયું ધીરાણ વિતરણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
612thfoundationdayahemdabadbirthdayahmedabad612thbirthdayAhmedabadNewsGujaratFirstheritagecityWorldHeritageCity
Next Article