નશીલા પદાર્થનું વેચાણ કરતા આરોપીની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 51 કિલો ગાંજો જપ્ત કર્યો છે.રાજ્યમાં નશીલા પદાર્થનું વેચાણ અને સેવન વધ્યું છે ત્યારે તેમાં હવે ગ્રામ્ય વિસ્તાર પણ બાકાત નથી ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે માંડલ જિલ્લાના કરસનપુરા ગામમાંથી લક્ષ્મણ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસે તેના ખેતરમાંથી 51
02:33 PM Sep 16, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 51 કિલો ગાંજો જપ્ત કર્યો છે.
રાજ્યમાં નશીલા પદાર્થનું વેચાણ અને સેવન વધ્યું છે ત્યારે તેમાં હવે ગ્રામ્ય વિસ્તાર પણ બાકાત નથી ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે માંડલ જિલ્લાના કરસનપુરા ગામમાંથી લક્ષ્મણ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસે તેના ખેતરમાંથી 51 કિલો ગાંજો માંડલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપી માંડલ સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતો હતો.
મહત્વનું છે કે આરોપી લક્ષ્મણ બે વર્ષ પહેલા સુરતમાં ઓડિશાના તેના એક મિત્રને મળ્યો હતો અને ત્યારથી તેને નસાની લત લાગી હતી. પોતે ખેત મજુર હોવાથી વધારે પૈસા કમાવા માટે તેને ગાંજાનું નશો કરવાની સાથે વેચાણ પણ શરૂ કર્યું હતું . આરોપી ઓડીસાથી ગાંજો મંગાવતો હતો. જોકે 1 વર્ષ પહેલા 21 કિલો ગાંજા સાથે લક્ષ્મણની સરખેજ પોલીસે પણ ધરપકડ કરી હતી. પણ જેલમાં છૂટ્યા બાદ ફરીથી તેને આ ધંધો શરૂ કર્યો હતો.
જોકે ઓડીશાથી ગાંજો અમદાવાદ જિલ્લામાં કઈ રીતે પહોંચ્યો અને આ આરોપી સાથે અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Next Article