ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરતા 4ને ઝડપાયા, ગામલોકોએ ચોર ઝડપાય તે માટે માની હતી માનતા

અમદાવાદ ગ્રામ્ય LCBએ ટ્રેક્ટર ની ટ્રોલીની ચોરી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ જીલ્લા અને સુરેન્દ્રનગર જીલ્લાના અગલ અગલ ગામડાઓ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરતા હતા આરોપીઓ મોજશોખ પુરા કરવા માટે થઈને આ ચોરીના રવાડે ચઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી મહેશ કોળી પટેલ, વિનોદ કોળી પટેલ, પ્રહલાદ કોળી પટેલ, પ્રેમજી કોળી પટેલ પાસેથી 03 લાખ 80 હજારનો મુદ્દમાલ કબજે કર્યો છે.ટ્રેક્ટર ટà«
04:03 PM Dec 21, 2022 IST | Vipul Pandya
અમદાવાદ ગ્રામ્ય LCBએ ટ્રેક્ટર ની ટ્રોલીની ચોરી કરતા ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ જીલ્લા અને સુરેન્દ્રનગર જીલ્લાના અગલ અગલ ગામડાઓ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરતા હતા આરોપીઓ મોજશોખ પુરા કરવા માટે થઈને આ ચોરીના રવાડે ચઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી મહેશ કોળી પટેલ, વિનોદ કોળી પટેલ, પ્રહલાદ કોળી પટેલ, પ્રેમજી કોળી પટેલ પાસેથી 03 લાખ 80 હજારનો મુદ્દમાલ કબજે કર્યો છે.
ટ્રેક્ટર ટ્રોલી કરનારી ટોળકી ઝબ્બે
  • 09 ટ્રોલી કબજે કરવામાં આવી છે
  • ખુલ્લી ટ્રોલીની ચોરી કરતા હતા
  • અમદાવાદ ગ્રામ્ય ની 05
  • સુરેન્દ્ર નગર જીલ્લાની -04
 
મોજ શોખના ખર્ચાઓ પુરા કરવા ચોરી
મૂળ વિરમગામના અસલ ગામના આ ચારેય મિત્રો મૂળ ખેતીકામ કરતા હતા અને ખેતીની આવક માંથી પોતાના મોજશોખ પુરા નોહતા થતા જેથી આ ચારેય મિત્રો ચોરીના રવાડે ચઢી ગયા હોવાનું અત્યારસુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ચોરી કર્યાં બાદ કરતા આ કામ
ઉલ્લેખનીય છે કે આ ચારેય મિત્રો છેલ્લા એકાદ વર્ષથી આ પ્રકરની ગુનાહિત પ્રવૃત્તિની અંદર સડોવાયેલા હોવાનું પોલીસ સમક્ષ કબુલી રહ્યા છે. વધુમાં આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે લોકો ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરીને તેનો કલર અને નંબર પ્લેટ બદલી નાખતા હતા જેથી કરીને તેના મૂળ માલિકને કે પછી બીજા કોઈને ખ્યાલ આવે નહિ.
હજુ વધુ ગુન્હા દાખલ થાય તેવી શક્યતા
છેલ્લા એકાદ વર્ષથી આ  ટોળકી ટ્રેક્ટરની ટ્રોલી ચોરી કરતા હતા અને તમમાં આરોપીઓએ એક બીજાના પરિચિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ઉપરાંત હજી પણ આ આરોપીઓ વિરુદ્ધ અન્ય ગુનાઓ દાખલ થઇ શકે તેમ છે કારણકે હજી ઘણાં લોકો ફરિયાદ કરવા આવ્યા નથી.

ખેતરમાં રેઢી પડેલી ટ્રોલી વધારે ચોરાતી
ઉલ્લેખનીય છે કે આ ચોરેલી ટ્રોલી કોઈને ઉછીની આપી હતી. સામન્ય રીતે મોડી સાંજે અને રાત્રે ટ્રેક્ટરની ટ્રોલી ની ચોરી કરતા હતા ઉપરાંત ખેતરમાં ખુલ્લી પડેલી ટ્રોલીઓ વધુ ચોરી કરવાનું આરોપીઓ પસંદ કરતા હોવાનું સામે આવ્યું છે.
હજુ પણ વધારે ટ્રોલી રિકવર થવાની શક્યતા
હાલ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીં છે ઉપરાંત આ ચારેય આરોપીઓએ અગાઉ કેટલી ટ્રોલીઓ ચોરી કરી છે તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથ ધરી છે ઉલ્લખેનીય છે કે પોલીસ તપાસમાં સતાવાર રીતે હજી સુધી 09 ટ્રોલીઓ કબજે કરી લીધી છે હજી અન્ય ટ્રોલીઓ પણ રીકીવર થઇ શકે તેવી શકયતાઓ હાલ પોલીસ સેવી રહી છે.
પોલીસની લોકોને અપીલ
અમદવાદ ગ્રામ્ય પોલીસને લોકોને અપીલ છે કે પોતાની ટ્રોલી આ પ્રકારે ખુલ્લી મુકશો નહિ ઝાડના થડ અથવા તો અન્ય કોઈ જગ્યાએ સાંકળ કે ચેઈન વડે બાંધીને રાખો જેથી કરીને આવા આરોપીઓને ચોરી કરવામાં સફળતા મળે નહી.
આ પણ વાંચો - માતા અને દીકરીના મોત બાદ ઘુટાતા રહસ્ય પાછળની કહાની માત્ર ગુજરાત ફર્સ્ટ ન્યુઝ પર....
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCrimeCrimeNewsGujaratFirstGujaratiNewspoliceRularLCBThief
Next Article