Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : કાળજાળ ગરમીથી બચવા મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ શરૂ, શહેરીજનો માટે કરાશે આ ખાસ વ્યવસ્થા

ગરમી વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ શહેરીજનો માટે ઊભી કરાશે પાણીની 25 પરબો શહેરના તમામ વોર્ડમાં ઉભી કરાશે પાણીની પરબ શહેરીજનોને પીવા લાયક ઠંડુ પાણી મળી રહેશે ખાણીપીણીની જગ્યાઓએ સમયાંતરે સેમ્પલ લેવાશે સિગ્નલ પર ગ્રીન નેટ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું...
ahmedabad   કાળજાળ ગરમીથી બચવા મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ શરૂ  શહેરીજનો માટે કરાશે આ ખાસ વ્યવસ્થા
  • ગરમી વધતા મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ
  • શહેરીજનો માટે ઊભી કરાશે પાણીની 25 પરબો
  • શહેરના તમામ વોર્ડમાં ઉભી કરાશે પાણીની પરબ
  • શહેરીજનોને પીવા લાયક ઠંડુ પાણી મળી રહેશે
  • ખાણીપીણીની જગ્યાઓએ સમયાંતરે સેમ્પલ લેવાશે
  • સિગ્નલ પર ગ્રીન નેટ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું
  • ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા ORSનું વિતરણ કરાશે

એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં અને સાથે જ અમદાવાદમાં ( AHMEDABAD ) જે પ્રકારે ગરમીનું જોર વધ્યું છે ત્યારે અમદાવાદ ( AHMEDABAD ) મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તેમજ લોકો બીમાર ન પડે તેનું ધ્યાન રાખીને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  વધતી આ ગરમીને ધ્યાનમાં લઈને શહેરના તમામ વોર્ડમાં અંદાજે 25 જેટલી પાણીની પરબ ઉભી કરવામાં આવશે જેમાં પીવા લાયક ઠંડુ પાણી નાગરિકોને મળી રહેશે સાથે જ પાણીજન્ય રોગચાળો ઉનાળામાં મોટા પ્રમાણમાં ફેલાતો હોય છે જે ન ફેલાય તેના માટેનું પણ ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.

Advertisement

રોગચાળો અટકાવવા માટે જો કોઈ વિસ્તારમાં પાણીજન્ય રોગોની ફરિયાદ આવે તો ત્યાંથી તાત્કાલિક સેમ્પલ લેવા તેમજ ખાણીપીણીની જગ્યાઓ પરથી પણ સમયાંતરે સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી છે સાથે જ શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર પણ લોકોને ગરમી ન લાગે તે માટે ગ્રીન નેટ સિગ્નલ પર બાંધવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સાથે જ જો આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધે તો તેને લઈને પણ લોકોમાં ડીહાઈડ્રેશનનું પ્રમાણ ન થાય તે માટે AMTS અને BRTS સ્ટેન્ડ, તેમજ ચાર રસ્તાઓ પર ORSનું વિતરણ કરાશે, ઉનાળામાં ખાણીપીણીની જગ્યાએ પણ સમાયતંરે સેમ્પલ ચકાસણી કરાશે તેવું AMCની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : GU : ગાંધીનગર યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ સાથે ઐતિહાસિક MOU સાઇન કરાયા

Advertisement
Tags :
Advertisement

.