Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

19 વર્ષીય સોનમબેન પાલ મૂળ યુપીનાં અને ઘણાં સમયથી અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતા હતા.
ahmedabad   જીવતે તો જીવ બચાવ્યાં  મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું
Advertisement
  1. સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ મહિલા હેલ્થકેર વર્કરનાં અંગોનું દાન
  2. મૂળ UP નાં અને ઓઢવમાં રહેતા 19 વર્ષીય સોનમબેન બ્રેઇનડેડ થયાં હતાં
  3. અકસ્માતમાં માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં સોનમબેન બ્રેઇનડેડ થયાં હતાં
  4. મૃત્ય પછી પણ મહિલા હેલ્થકેર વર્કરે ચાર લોકોને નવજીવન આપ્યું

Ahmedabad : જીવતા તો લોકોનાં જીવ બચાવતા જ પરંતુ મૃત્યુ બાદ પણ, એક બ્રેઇનડેડ હેલ્થકેર વર્કર (Brain Dead Healthcare Worker) દીકરીએ ચાર લોકોને નવજીવન આપી સામાજિક દાયિત્વ નિભાવ્યું છે. હેલ્થકેર વર્કર જીવનકાળ દરમિયાન તો દર્દીઓનાં જીવ બચાવે જ છે. પરંતુ, મૃત્યુ બાદ પણ કોઇ જરૂરિયાતમંદનાં વ્હારે આવવું તેનો જીવ બચાવવો તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Sabarkantha : SP કચેરીમાં અસામાજિક તત્વોને જિ. પોલીસવડાએ કહ્યું- સુધરી જજો નહિંતર..!

Advertisement

Advertisement

નિકોલ પાસે એક્સિડેન્ટ થતાં માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 21 માર્ચનાં રોજ જે અંગદાન થયું તે અંગદાન કરનાર મહિલા હેલ્થકેર વર્કર હતા. 19 વર્ષીય સોનમબેન પાલ મૂળ યુપીનાં અને ઘણાં સમયથી અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં વસવાટ કરતા હતા. તેઓ ચાંદખેડામાં આવેલી S.M.S. હોસ્પિટલ ખાતે ઓટી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. 18 માર્ચ, 2025 નાં રોજ સોનમબેન એક્ટિવા ચલાવી રહ્યાં હતા ત્યારે, દાસ્તાન ચોકડી, નિકોલ પાસે એક્સિડેન્ટ થતાં માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો - Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

તબીબોએ સોનમબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા

સારવાર દરમિયાન 20 માર્ચ, 2025 ના રોજ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ સોનમબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. બ્રેઇનડેડ (Brain Dead) જાહેર થતાં સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે જોડાયેલ ટીમે પરિવારજનોને અંગદાનનાં મહત્ત્વ વિશે સમજણ આપતા પરિવારજનોએ દીકરીનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ 185 માં અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 604 અંગોનું દાન (Organ Donation) મળ્યું છે, જેના થકી 586 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.

અત્યાર સુધીમાં 336 કિડની, 161 લીવર, 59 હૃદય સહિત કુલ 604 અંગોનું દાન મળ્યું

સિવિલ હોસ્પિટલમાં 158 માં અંગદાનથી મળેલ બે કિડની અને લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલનાં જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમ જ હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. આમ, આ અંગદાનથી કુલ ચાર જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓને નવજીવન મળશે. અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 336 કિડની, લીવર -161, 59 હ્રદય, 30 ફેફસા, 9 સ્વાદુપિંડ, બે નાના આંતરડા, 10 સ્કીન અને 126 આંખોનું દાન મળ્યું છે.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

Tags :
Advertisement

Trending News

.

×