ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Ahmedabad : વટવા કેનાલ પાસે સિલાઈના કારખાનામાં લાગી વિકરાળ આગ, ફાયરની 9 ગાડીઓ પહોંચી

સૈયદનગર પાસે આવેલા સિલાઈના કારખાનામાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે.
11:00 PM Mar 19, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
VATVA_Gujarat_first
  1. Ahmedabad નાં વટવા કેનાલ પાસે સિલાઈનાં કારખાનામાં ભીષણ આગ
  2. સૈયદનગર પાસે આવેલા સિલાઈનાં કારખાનામાં વિકરાળ આગ લાગી
  3. ફાયરના 9 વાહનો આગ બુઝાવવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યા

Ahmedabad : વટવા કેનાલ પાસે કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. સૈયદનગર પાસે આવેલા સિલાઈના કારખાનામાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. આગની ઘટના બનતા ફાયર બ્રિગેડની (Fire Brigade) 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. વટવા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

આ પણ વાંચો - Gandhinagar : વિધાનસભામાં ઊઠ્યો અમરેલી લેટરકાંડનો મુદ્દો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં કોંગ્રેસ પર પ્રહાર

સૈયદનગર નજીક આવેલા સિલાઈનાં કારખાનામાં ભયંકર આગ

અમદાવાદનાં (Ahmedabad) વટવા વિસ્તારમાંથી મોટા સમાચાર આવ્યા છે. વટવા કેનાલ પાસેનાં (Vatva Canal) સૈયદનગર નજીક આવેલા સિલાઈનાં કારખાનામાં ભયંકર આગ લાગવાની ઘટના બની છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગની 9 જેટલી ગાડીઓ ત્વરિત સ્થળે પહોંચી હતી અને ફાયરનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે.

આ પણ વાંચો - Surat પોલીસે RTI નો દૂરઉપયોગ કરતા લોકો સામે કાર્યવાહી, 50 થી વધુ લોકો સામે નોંધ્યા ખંડણીના ગુના

હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી, સામાન બળીને ખાખ

માહિતી અનુસાર, આગની આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, આગનાં પગલે સિલાઈનાં કારખાનામાં રાખેલ સામાન બળીને ખાખ થયો છે. ફાયર ટીમો દ્વારા હાલ પણ આગ બૂઝાવવાની કામગીરી ચાલુ છે. કારખાનામાં આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. વટવા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - Sunita Williams returns: 286 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પરત ફર્યા , સુનિતા વિલિયમ્સનાં વતનમાં ખુશીનો માહોલ

Tags :
Ahmedabadfire brigade vehiclesFIRE INCIDENTGUJARAT FIRST NEWSSayednagarSewing FactoryTop Gujarati NewsVatva CanalVATVA POLICE