Ahmedabad માં વડોદરા જેવી! વાસણાથી જુહાપુરા સુધી કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા
- વાસણાથી જુહાપુરા સુધી કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા હોવાની ઘટના (Ahmedabad)
- જુહાપુરા અલ અકસા મસ્જિદ પાસે કારચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો
- અકસ્માતની ઘટના બાદ ઉશ્કેરાયેલું ટોળું હિંસક બન્યું
- હિંસક ટોળાએ કારચાલકને બહાર ખેંચીને ઢોર માર માર્યો
- ગડદાપાટુના મારના કારણે કાર ચાલકનું મોત નિપજ્યું
અમદાવાદમાં (Ahmedabad) વડોદરા જેવી ઘટના સામે આવી છે. વાસણાથી જુહાપુરા (Vasna to Juhapura) સુધી કારચાલકે અનેક અકસ્માત સર્જાય હોવાની માહિતી છે. જુહાપુરા અલ અકસા મસ્જિદ પાસે કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. આથી, ઉશ્કેરાયેલું ટોળું હિંસક બન્યું અને હિંસક ટોળાએ ટેક્સી કારચાલકને બહાર ખેંચી ઢોર માર માર્યો હતો. ગડદાપાટુના મારના કારણે કારચાલક કૌશિક ચૌહાણનું મોત નિપજ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. કારચાલકે નશો કર્યો હોવાના આરોપ છે. આ મામલે ટ્રાફિક PI, વેજલપુર સેકન્ડ PI, ક્રાઈમ બ્રાંચની ટીમ (Crime Branch) અને સ્થાનિક ACP સ્થળ પર પહોંચ્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Mahesh Vasava : રાજીનામા બાદ BJP પર મહેશ વસાવાના આકરા પ્રહાર! કહ્યું - ભાજપમાં કોઇને..!
વાસણાથી જુહાપુરા જતાં માર્ગ પર એક કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા
વડોદરામાં થોડા દિવસ પહેલા કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત ચૌરસિયા નામનાં નબીરાએ (Rakshit Chaurasia Case) નશાની હાલતમાં મોંઘીદાટ કાર હંકારીને અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જો કે, હવે અમદાવાદમાં (Ahmedabad) પણ એવી જ એક ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, વાસણાથી જુહાપુરા જતાં માર્ગ પર એક કારચાલકે અનેક અકસ્માત સર્જ્યા. જ્યારે, જુહાપુરા અલ અકસા મસ્જિદ પાસે પણ કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. જો કે, અકસ્માતની ઘટના બાદ ત્યાં હાજર ટોળું ઉશ્કેરાયું હતું અને હિંસક બન્યું હતું. ટોળાએ ચાલકને કારમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો - Kheda : વૃદ્ધોને એકાંતમાં બોલાવી અપહરણ કરતા, પછી ખેલાતો 'ખંડણીનો ખેલ', 2 મહિલા સહિત 9 ઝબ્બે
હિંસક ટોળાનાં મારથી કારચાલકનું મોત નીપજ્યું હોવાનો આરોપ
આરોપ છે કે, હિંસક ટોળાનાં મારથી ગડદાપાટુંના મારનાં કારણે કારચાલક કૌશિક ચૌહાણનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ટ્રાફિક PI, વેજલપુર સેકન્ડ PI, ક્રાઈમ બ્રાંચની ટીમ અને સ્થાનિક ACP સ્થળ પર પહોંચ્યા છે અને કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોનો આરોપ છે કે કારચાલક નશાની હાલતમાં હતો. જો કે, આ મામલે પોલીસે કારચાલકના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવા આવેલા શ્રદ્ધાળુઓનો બેંકો બહાર હોબાળો