Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓન્કોસર્જરી વિષય આધારિત દ્વી- દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનુ આયોજન કરાયું હતું. ૪ થી ઓન્કો-ઓર્થોકોન -૨૦૨૩ ના આ શૈક્ષણિક કાર્યક્રમમાં દેશભરના ૨૫૦ થી વધુ ડોકટરોએ ભાગ લીધો છે. આ શૈક્ષણિક કાર્યક્રમમાં દેશભરના કેન્સર સર્જનો, ઓર્થોપેડિક સર્જનો,...
ahmedabad   ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ
Advertisement

અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓન્કોસર્જરી વિષય આધારિત દ્વી- દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનુ આયોજન કરાયું હતું. ૪ થી ઓન્કો-ઓર્થોકોન -૨૦૨૩ ના આ શૈક્ષણિક કાર્યક્રમમાં દેશભરના ૨૫૦ થી વધુ ડોકટરોએ ભાગ લીધો છે.
આ શૈક્ષણિક કાર્યક્રમમાં દેશભરના કેન્સર સર્જનો, ઓર્થોપેડિક સર્જનો, મેડિકલ ઓન્કોલોજિસ્ટ્સ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ્સ જોડાયા હતા.

દેશ-દુનિયાના ડૉક્ટરો ઉપસ્થિત

Advertisement

આ કોન્ફરન્સમાં મલેશિયાના ડો. વિવેક અજીત સિંઘ, ફિલિપાઈન્સના ડો. ઈસાગાની ગેરીન, નેપાળના ડો. જેનિથ સિંઘ અને નેપાળથી ડો. ઋષિ રામ પૌડેલ આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીઓ હતા. લખનૌથી ભારતીય ઓર્થોપેડિક એસોસિએશનના ઉપપ્રમુખ ડૉ.અનુપ અગ્રવાલ, ભારતીય ઓર્થોપેડિક એસોસિએશનના સેક્રેટરી ડૉ.નવીન ઠક્કર, ડૉ.શ્રીનિવાસ રાવ, પ્રમુખ, ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન, ડૉ.તારક પટેલ, પ્રમુખ, અમદાવાદ ઓર્થોપેડિક એસોસિએશન અને ડૉ. જ્યોતિન્દ્ર પંડિત, સિનિયર ઓર્થોપેડિક સર્જન કોન્ફરન્સમાં સક્રિયપણે સામેલ થયા હતા. આ કેન્સર કોન્ફરન્સમાં બાંગ્લાદેશ અને નેપાળના ડોકટરો પણ આવ્યા હતા.

Advertisement

3D પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ

ડૉ. અભિજીત અશોક સાલુંકે, ડૉ. શશાંક જે. પંડ્યા અને ડૉ. વિકાસ વારિકૂએ 3D પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ખભાના હાડકાના કૅન્સરનું સૌથી મોટું મૉડલ બનાવ્યું છે. ડોકટરોની આ ટીમે ખભાના કેન્સરના સૌથી મોટા મોડલનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 3D પ્રિન્ટેડ મોડેલનો વિકાસ ઉપસ્થિત ડોકટરોને દર્શાવ્યો.

ક્યાં મુદ્દે થઈ ચર્ચા?

ડો.અભિજીત સાલુંકેએ જણાવ્યું કે અમે આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાડકાના કેન્સરની સર્જરીમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR)નો ઉપયોગ દર્શાવ્યો છે. અમે આ કોન્ફરન્સમાં હાડકાના કેન્સરની સંભાળમાં નવીનતમ અને અલ્ટ્રામોડર્ન ગેજેટ્સના ઉપયોગ વિશે ચર્ચા કરી છે.

કેન્સરના દર્દીઓને શ્રેષ્ઠ પરિણામો તરફ દોરશે

GCRI ના ડાયરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે અમે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ બોન કેન્સર સર્જરીમાં કરી રહ્યા છીએ જે અમારા કેન્સરના દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો તરફ દોરી જાય છે.

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો : પંચમહાલના હાલોલ GIDCમાં દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×