ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરાના સામે અમદાવાદ સિવિલ તંત્ર સજજ, તમામ ઓક્સિજન પ્લાન્ટોની કરાઈ ચકાસણી

કોરોનાના પાડોશી દેશોમાં વધી રહેલા કેસને પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે. અને આજે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં રહેલા ઓક્સિજન પ્લાન્ટનું મોક ડ્રિલ કરવા એટલે કે ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરિણામે અમદાવાદ અસારવા સિવિલ ખાતે રહેલા ઓક્સિજન પ્લાન્ટ આજે ચાલુ કરવામાં આવ્યા અને તેની ચકાસણી કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડેંટ અને ટેકનિકલ ટà«
06:54 AM Dec 23, 2022 IST | Vipul Pandya
કોરોનાના પાડોશી દેશોમાં વધી રહેલા કેસને પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે. અને આજે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં રહેલા ઓક્સિજન પ્લાન્ટનું મોક ડ્રિલ કરવા એટલે કે ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પરિણામે અમદાવાદ અસારવા સિવિલ ખાતે રહેલા ઓક્સિજન પ્લાન્ટ આજે ચાલુ કરવામાં આવ્યા અને તેની ચકાસણી કરવામાં આવી હતી. 
સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડેંટ અને ટેકનિકલ ટીમ હાજર રહી હતી અને ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી અને તેના પ્રોડક્શનની ચકાસણી કરવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યા બાદ ટેકનિકલ ટીમે પ્લાન્ટની ચકાસણી કરી પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત હોવાનો  દાવો કર્યો હતો. મહત્વનું છે કે ઓક્સિજન માટે પહેલી અને બીજી લહેર વખતે લોકોએ ઘણી તકલીફ ઉઠાવી પડી હતી. પરિણામે આ સુવિધા ઊભી કરવામાં આવી છે અને તેનું આજે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું.
અમદાવાદ સિવિલમાં અલગ અલગ ઓક્સિજનના ત્રણ પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે. જેમાં પર મિનિટ 5300 લીટરથી વધુ ઓક્સિજન જનરેટ થઈ શકે છે. ઓક્સિજન જનરેટર પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન ટેન્ક જેની કેપેસિટી 20,000 લીટરની છે જેની સુવિધા અમદાવાદ સિવિલમાં ઊભી કરાઇ છે. 600થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ ઉપલબ્ધ છે. ઓક્સિજનની કોઈ કમી સર્જાશે નહીં તેવું સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું છે. જોકે, કોવિડના વધુ કેસો નહીં આવે તેવી આશા પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો - અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 અંગદાન, 2 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી 8 જરૂરિયાતમંદોને નવજીવન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCivilCheckedCoronaVirusCovid19GujaratFirstOxygenPlantsSystemPrepared
Next Article