Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાડકાના ટ્યૂમર સામેની લડાઈમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI અગ્રેસર

તબીબી ક્ષેત્રે જુલાઈ મહિનો 'સારકોમા જાગૃતિ મહિના' તરીકે ઊજવવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI (ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ખાતે હાડકાં અને સોફ્ટ ટીશ્યુ ટ્યુમર (સારકોમા)ના દર્દીઓના સન્માન માટેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 35થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી ઘણાએ સારકોમા સામે લડવાનો તેમનો અનુભવ અને સંઘર્ષ વર્ણવ્યા હતા. આ પ્રસંગà«
હાડકાના ટ્યૂમર સામેની લડાઈમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની gcri અગ્રેસર
Advertisement
તબીબી ક્ષેત્રે જુલાઈ મહિનો 'સારકોમા જાગૃતિ મહિના' તરીકે ઊજવવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI (ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ખાતે હાડકાં અને સોફ્ટ ટીશ્યુ ટ્યુમર (સારકોમા)ના દર્દીઓના સન્માન માટેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 35થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી ઘણાએ સારકોમા સામે લડવાનો તેમનો અનુભવ અને સંઘર્ષ વર્ણવ્યા હતા.
આ પ્રસંગે GCRIના ઓન્કો-ઓર્થોપેડિક સર્જન ડૉ. અભિજીત સાલુંકેએ જણાવ્યું હતું કે, સારકોમાની સારવારમાં વહેલું નિદાન જરૂરી છે. અજ્ઞાનતા, ડર અને સામાજિક સમસ્યાઓના કારણે ઘણા દર્દીઓ કે જેઓ સ્ટેજ III અથવા IV કેન્સર ધરાવતા હોય છે અને તેમને શસ્ત્રક્રિયા અને વ્યાપક સારવારની જરૂર હોય છે તેમને મોડું નિદાન થતાં યોગ્ય સારવાર મળી શકતી નથી અને તેમના અંગોને પણ બચાવી શકાતા નથી. 
જો વહેલું નિદાન કરીને હાડકા અને ટિશ્યુની ટ્યૂમર શોધી કાઢવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં ઓછી અને અસરકારક સારવાર દ્વારા દર્દીને રાહત અપાવી શકાય છે તેમજ તેમનાં અંગો બચાવી શકાય છે. આ નવીન પદ્ધતિઓ દ્વારા અમને દર્દીના મૂળ હાડકાને સાચવવામાં મદદ મળે છે. આવી સર્જરીમાં અમે હાડકાના ચોક્કસ ભાગને કાપીએ છીએ, ગાંઠ દૂર કરીએ છીએ, તેને જંતુમુક્ત કરીએ છીએ અને કસ્ટમાઇઝ્ડ 3D પ્રિન્ટેડ મેટલ પ્લેટ સાથે ફરીથી જોડીએ છીએ. પરંપરાગત સર્જરીની પદ્ધતિઓ વડે આટલા સચોટ પરિણામો મેળવી શકાતા નથી. આ નવીન સર્જરી પદ્ધતિઓ ખભાના સાંધા, ઘૂંટણના સાંધા અને પેલ્વિક વિસ્તાર સાથે સંકળાયેલા જટિલ હાડકાની ગાંઠની સારવાર માટે 'તબીબી વરદાન' છે.

એકલા GCRI ખાતે 3D મોડલ્સની મદદથી અને પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમની મદદથી લગભગ 50 જેટલી સર્જરીઓ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. GCRI ઓન્કોલોજી વિભાગના ઓર્થોપેડિક ઓન્કોસર્જરી, મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી વિભાગો દ્વારા આધુનિક ટેક્નોલોજી અને ગેજેટ્સનો ઉપયોગ કરીને વિવિધ કેન્સરની સારવાર અને સર્જરીમાં ઉત્તમ પરિણામો મેળવ્યાં છે.

ઓર્થોપેડિક ઓન્કોસર્જન ડૉ. અભિજીત સાલુંકે અને તેમની ટીમે 'રોટેશનપ્લાસ્ટી' સર્જરી દ્વારા એક નાના બાળકના અંગોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી. જેના લીધે બાળક ટૂંક સમયમાં તેમના ઘરે અને શાળાએ પાછો જઈ શકશે. રોટેશનપ્લાસ્ટી એ એક એવી સર્જિકલ પ્રક્રિયા છે જેનો ઉપયોગ નીચલા અંગોના હાડકાની ગાંઠો માટે થાય છે અને તે એક પ્રકારની સંશોધિત અંગવિચ્છેદન શસ્ત્રક્રિયા છે.
 
આ સર્જરી એ અંગ બચાવવા અને અંગવિચ્છેદનની શસ્ત્રક્રિયા વચ્ચેનો મધ્યમ માર્ગ છે. સર્જરી કરેલ પગ સામેના પગની સરખામણીમાં ટૂંકો થઈ જાય છે. તેમાં રિકવરી બાદ સર્જરી કરેલ પગ પર કૃત્રિમ પગ લગાવવામાં આવે છે એમ ડો. સાલુંકેએ વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે GCRIના ડિરેક્ટર ડૉ શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે, સારકોમાની સારવાર બહુ-શિસ્તલક્ષી છે અને GCRIના ડોકટરો અને સ્ટાફ પોસાય તેવા ખર્ચે વિશ્વ કક્ષાની સારવાર આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
Tags :
Advertisement

.

×