સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ ચોથા દિવસે પણ યથાવત, NMCના નવા નિયમ લાગુ કરવા માગ
અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ ખાતે સતત ચોથા દિવસે 137 ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર રહ્યા છે. નેશનલ મેડીકલ કાઉન્સીલ NMCના નવા નિયમોનું રાજ્ય સરકાર પાલન કરે તેવી માગ સાથે વિદેશથી MBBS કરીને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરો હડતાળ પર ઉતર્યા છે.વિદેશમાંથી MBBS કરીને દેશમાં આવતા ડોક્ટરોએ રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ ફરજિયાત કરવાની રહે છે. તેમની પાસેથી 1 લાખ રૂપિયા ફી પેટà
અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ ખાતે સતત ચોથા દિવસે 137 ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર રહ્યા છે. નેશનલ મેડીકલ કાઉન્સીલ NMCના નવા નિયમોનું રાજ્ય સરકાર પાલન કરે તેવી માગ સાથે વિદેશથી MBBS કરીને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા ડોકટરો હડતાળ પર ઉતર્યા છે.
વિદેશમાંથી MBBS કરીને દેશમાં આવતા ડોક્ટરોએ રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ ફરજિયાત કરવાની રહે છે. તેમની પાસેથી 1 લાખ રૂપિયા ફી પેટે ઇન્ટર્નશીપ માટે વસૂલવામાં આવે છે. આવા MBBS ડોક્ટરોને કોઈ પ્રકારનું સ્ટાઇપેન્ડ પણ અત્યાર સુધી અપાતું ન હતું. જો કે NMCના નવા નિયમ મુજબ રાજ્ય સરકારોને વિદેશથી MBBS કરીને આવેલા અને ઇન્ટર્નશીપ કરતા ડોકટરો પાસેથી 1 લાખ રૂપિયા ફી ના લેવા આદેશ કર્યો છે.
આ સિવાય રાજ્યમાં સામાન્ય રીતે ઇન્ટર્નશીપ કરતા ડોકટરોની જેમ જ વિદેશથી MBBS કરીને આવેલા અને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરોને પણ સમાન સ્ટાઈપેન્ડ આપવા NMCએ આદેશ કર્યા છે. રાજસ્થાન, જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોમાં NMCના નવા નિયમોનું પાલન શરૂ કરાયાનો દાવો ડોક્ટરોએ કર્યો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં હજુ પણ જુના નિયમો યથાવત રહેતા NMCના નવા નિયમો લાગુ કરવાની માગ ઉઠી છે.
બી.જે. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર જયેશ સચદેને આ વિશે પૂછતા પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, એનએમસી દ્વારા નિયમનુ પાલન કરવા જણાવાયુ છે પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ મંજુરી મળી નથી. તે મળતા જ અમે આ તબીબોની માંગણીઓ પર અમલ કરી શકીશુ. તો બીજી તરફ અવાર નવાર રજુઆતોનો કોઈ નિકાલ નહીં આવતા તબીબોની હડતળા યથાવત રહી છે. સાથે જ તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરવાની ચીમકી આપી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે તેઓનુ કહેવુ છે કે NMCના નિયમ મુજબ એક સમાન સ્ટાઇપેન્ડ આપવામાં આવતું નથી. ઉપરાંત વિદેશથી અભ્યાસ કરીને આવેલા વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ જ અપાતું નથી. તેમજ ઇન્ટર્નશીપ માટે 1 લાખ રુપિયા ફી પણ લેવામાં આવે છે, જે ગેરકાયદેસર છે. 7.5 ટકા એટલે કે 18 બેઠકોને બદલે 135 FMG (ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ્સ) વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ આપવામાં આવે છે. તેમની પાસેથી 1 લાખ ફી લેવામાં આવે છે. તેમ છતા બી. જે. મેડિકલ કોલેજમાં સ્ટાઇપેન્ડ આપવામાં આવતું નથી.
તેમનુ કહેવુ છે કે રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર સહિતના અન્ય રાજ્યોમાં NMCના નિયમ મુજબ સ્ટાઇપેન્ડ આપવાની શરૂઆત કરાઈ છે. જેમાં રાજસ્થાન 21,000 રુપિયા, જમ્મુ કાશ્મીર 20,000 રુપિયા સ્ટાઈપેન્ડ ચુકવે છે. જો કે ગુજરાતના વિધાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. અમે સ્થાનિક અને ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરી, પરતુ કોઇ ઉકેલ આવ્યો નથી. નાછૂટકે અમારે હડતાળ કરવાની ફરજ પડી છે. તબીબોનું કહેવું છે કે જ્યાં સુધી અમને સ્ટાઈપેન્ડ નહીં મળે અમે લડત આપીશુ.
ડો. વલય પટેલનું કહેવું છે કે અમે ભણી ગણીને પગભર થયા છીએ. અમારો હક્ક હોવા છતા અમને સ્ટાઈપેન્ડ ના મળતા અમારે અમારા ઘરમાંથી પોકેટમની અને અન્ય ખર્ચ માટે રુપિયા માંગવા પડે છે, જેથી અમને હવે શરમ આવે છે. ભવિષ્યમાં અમારે સ્યુસાઈડ કરવાનો વારો આવશે. આથી અમારા હક્કનો સ્ટાઈપેન્ડ અમને મળી રહે તો અમને મોટી રાહત મળશે.
Advertisement