Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વોલ પેઇન્ટિંગમાં અમદાવાદ શહેર કોંગ્રેસ નીરસ, પાર્ટી પ્રમુખની સૂચના છતાં નથી થઇ રહ્યું કામ

ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપ અને આમ આદમી પાર્ટી જનતાએ પોતાની તરફ ખેંચવાના પૂરા પ્રયત્નો શરૂ કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી હજુ પણ જાણે નીદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આ અમારું નહીં પરંતુ જનતા અને ખુદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું કહેવું છે. રાજ્યમાં આ વખતે એક અલગ જ વ્યૂહરચના સાથે ભાજપ પક્ષ મેદાને ઉતર્યો છે. આ વર્ષના અંતમà
વોલ પેઇન્ટિંગમાં અમદાવાદ શહેર કોંગ્રેસ નીરસ  પાર્ટી પ્રમુખની સૂચના છતાં નથી થઇ રહ્યું કામ
ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપ અને આમ આદમી પાર્ટી જનતાએ પોતાની તરફ ખેંચવાના પૂરા પ્રયત્નો શરૂ કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી હજુ પણ જાણે નીદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આ અમારું નહીં પરંતુ જનતા અને ખુદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું કહેવું છે. 
રાજ્યમાં આ વખતે એક અલગ જ વ્યૂહરચના સાથે ભાજપ પક્ષ મેદાને ઉતર્યો છે. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ભાજપે અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારોની દીવોલો પર પાર્ટીના ચિહ્ન કમળને પેઇન્ટ કર્યું છે. જોકે, આ પ્રકારે દીવાલો પર પાર્ટીના ચિહ્નને ભાજપે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પેઇન્ટ કરાવ્યા છે. વળી આ સામે કોંગ્રેસે ઘણી જગ્યાએ ભાજપના કમળની બાજુમાં પેટ્રોલપંપનું ચિત્ર અથવા ગેસના ભાવ વધારાનું ચિત્ર બનાવી જનતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જુઓ આજની ખરાબ પરિસ્થિતિ આ સરકાર લાવી છે. પરંતુ જો અમદાવાદની વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતાઓ અહીં કામમાં જાણે આળસ કરી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. 

ભાજપે સમગ્ર શહેરમાં કમળના નીશાનનું વોલ પેઇન્ટિગ કર્યું છે. ત્યારે તેના વિરોધમાં રાજ્ય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદના કોંગ્રેસના નેતાઓને આ ચિત્રની બાજુમાં વિરોધ બતાવતું ચિત્ર બનાવવાની વાત કરી હતી. પરંતુ વારંવાર કોંગ્રેસ પ્રમુખના કહેવા છતા અમદાવાદના કોંગ્રેસના નેતા કામ જ કરતા નહોવાનું સામે આવી રહ્યું છે. વળી આ અંગે પ્રદેશ પ્રમુખે ખર્ચની ચિંતા કર્યા વિના પંજાના વોલ પેઇન્ટિંગ કરવાની સૂચના આપી છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હજુ પણ ઘોરનિદ્રામાં હોવાનું બતાવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યા છે. 


જો  આપણે જામનગરની વાત કરીએ તો અહીંની દીવાવો પર પણ ભાજપે પાર્ટી નીશાન ચીતરાવ્યું છે. અહીં કોંગ્રેસે ભાજપના કમળની બાજુમાં પેટ્રોલપંપનું ચિત્ર બનાવી 55 રૂપિયા લિટરના 105 કરવાવાળા લખ્યું છે. જોકે, આ કર્યા બાદ વિવાદ ઉભો થયો છે. આ અગાઉ પણ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ પરની દીવાલોમાં ભાજપે ચીતરેલા કમળની બાજુમાં કોંગ્રેસ દ્વારા ગેસનો બાટલો ચિતરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ કમળના ચિહ્નની બાજુમાં કોંગ્રેસે તેલના ડબ્બાનું ચિત્ર બનાવીને મોંઘવારી મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.