Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ બન્યું ક્રાઈમ સિટી, સોશિયલ મીડિયા મારફતે યુવતીને છેતરી લોકો પાસેથી પડાવી લીધા પૈસા

ઓનલાઇન ગારમેન્ટનો ધંધો કરતી યુવતીના વેબસાઈટ અને ઈન્સ્ટાગ્રામના પેજનો દુરુપયોગ કરીને અજાણ્યા વ્યક્તિએ ફેક વેબસાઈટ દ્વારા ગ્રાહકોના ઓર્ડર લઈને સામે કપડા નહીં આપી છેતરપીંડી કરી હતી. ઉપરાંત યુવતીને બદનામ કરી હતી, જેથી યુવતીએ અમદાવાદ રેન્જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.બોપાલમાં રહેતી મેઘા દાસ નામની યુવતી ઓનલાઇન કપડાનો વેપાર કરે છે. મેઘા તેની વેબસાઈટ અનવ ઇન્સ્ટાગ્રામના પેàª
03:15 AM Mar 01, 2022 IST | Vipul Pandya

ઓનલાઇન ગારમેન્ટનો ધંધો કરતી યુવતીના વેબસાઈટ અને ઈન્સ્ટાગ્રામના પેજનો દુરુપયોગ કરીને અજાણ્યા વ્યક્તિએ ફેક વેબસાઈટ દ્વારા ગ્રાહકોના ઓર્ડર લઈને સામે કપડા નહીં આપી છેતરપીંડી કરી હતી. ઉપરાંત યુવતીને બદનામ કરી હતી, જેથી યુવતીએ અમદાવાદ રેન્જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
બોપાલમાં રહેતી મેઘા દાસ નામની યુવતી ઓનલાઇન કપડાનો વેપાર કરે છે. મેઘા તેની વેબસાઈટ અનવ ઇન્સ્ટાગ્રામના પેજ દ્વારા લોકોના ઓર્ડર લઈને માલ પહોંચાડે છે. પરંતુ 10 ફેબ્રુઆરીએ મેઘાને કેટલાક લોકોના ફોન આવ્યા અને ફરિયાદ કરી કે તમે પૈસા અને ઓર્ડર લઈને અમે હજુ ડિલવરી આપી નથી. ગ્રાહકોએ સ્ક્રીન શોર્ટ મોકલ્યા હતા જેમાં અલગ વેબસાઈટ હતી પરંતુ મેઘાની વેબસાઈટ અને ઇન્સ્ટાગ્રામનો લોગો વાપરવામાં આવ્યો હતો.

મેઘાએ તપાસ કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેની વેબસાઈટ અને ઇન્સ્ટાગ્રામનો દુરુપયોગ કરીને નવી વેબસાઇટ બનાવી હતી, જેમાં તેનો લોગોનો ઉપયોગ કર્યો હતો. જેથી ગ્રાહકોના તેના પર કોલ આવતા હતા. અજાણ્યા વ્યક્તિએ મેઘાને બદનામ કરીને લોકોને છેતર્યા હતા જે બદલ મેઘાએ અમદાવાદ રેન્જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે.

Tags :
AhmedabadCrimeGujaratGujaratFirst
Next Article