ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad : એચ.કે. કોલેજમાં લુખ્ખા તત્વોનો આતંક! વિદ્યાર્થીઓમાં રોષ, આવેદન પત્ર આપી કરી આ માગ

મેટ્રો સિટી અમદાવાદની એક જૂની અને જાણીતી કોલેજમાં લુખ્ખા તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે.
05:26 PM Mar 24, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
HKCollage_Gujarat_first
  1. અમદાવાદની જાણીતી કોલેજમાં લુખ્ખા તત્વોનો આતંક! (Ahmedabad)
  2. કોલેજમાં વિદ્યાર્થિનીઓની છેડતી, કેફીન પીણાનું સેવન કરવા હોવાનો આરોપ
  3. એડમિશન ન હોવા છતાં કોલેજમાં આવીને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ
  4. વિદ્યાર્થીઓએ કોલેજ તંત્રને આપ્યું આવેદન પત્ર, કાર્યવાહી કરવા કરી માગ

Ahmedabad : એક તરફ રાજ્યભરમાં અસામાજિક અને લુખ્ખાતત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે અને રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અસામાજિક તત્વોની યાદી બનાવીને તેમની વિરુદ્ધ ડિમોલિશન સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મેટ્રો સિટી અમદાવાદની એક જૂની અને જાણીતી કોલેજમાં લુખ્ખા તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. જે અંગે કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા આજે કોલેજ પ્રશાસનને આવેદન પત્ર પાઠવી આ અંગે કાર્યવાહી કરવા માગ કરી છે.

આ પણ વાંચો - Aravalli: જીલ્લા પંચાયત સદસ્યોએ DDO પર કર્યા આક્ષેપ, સામાન્ય સભાનો બહિષ્કાર કરવાની ચીમકી

એડમિશન ન હોવા છતાં કોલેજમાં આવી વિદ્યાર્થિનીઓની છેડતી કરી!

અમદાવાદની (Ahmedabad) જાણીતી એવી એચ.કે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (H.K. Arts and Commerce College) અગાઉ પણ અનેકવાર કોઈ ન કોઈ બાબતે વિવાદોમાં રહી છે. ત્યારે ફરી એકવાર કોલેજ વિવાદમાં સપડાઈ છે. કોલેજમાં સતત વધી રહેલા લુખ્ખા તત્વોનાં આતંક મામલે કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ ટ્રસ્ટીઓને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ મામલે કડક કાર્યવાહી કરવા માગ કરાઈ છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ગત 19 માર્ચનાં રોજ કોલેજમાં એડમિશન ન હોવા છતાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - 2 કરોડના લૂંટ કેસમાં પૂરવ પટેલ DCP Ravindra Patel ના સંપર્કમાં આવ્યો, શેરબજારની લાલચ ભારે પડી

કેફીન પીણાનું સેવન, સિક્યોરિટી અને સ્ટાફ સાથે અભદ્ર વ્યવહાર કર્યાનો આરોપ

ઉપરાંત, એવો પણ આરોપ કરાયો છે કે, આ લુખ્ખા તત્વો દ્વારા કોલેજ કે જે 'વિદ્યાનું મંદિર' મનાય છે ત્યાં પૂર્વ કેમ્પસમાં કેફીન પીણાનું સેવન કરવામાં આવ્યું હતું. સાથે જ સિક્યોરિટી ગાર્ડ સાથે અભદ્ર વર્તન અને સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હતી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ મામલે અગાઉ પણ અનેકવાર કોલેજ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતું, અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કોલેજમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલ ઊભા થયા છે. ત્યારે, આ મામલે ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે સાથે જ પ્રસાશને પણ મંગળવાર સુધી આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવાનું વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચો - Rajkumar Jat case : રાજકોટનાં ન્યૂરો સર્જને આપ્યું મોટું નિવેદન, ફોરેન્સિક રિપોર્ટમાં અનેક શંકા ઉપજે તેવા મુદ્દા

Tags :
Ahmedabadanti-social elementsEllisbridge PoliceGUJARAT FIRST NEWSH K CollageH.K. Arts and Commerce CollegeTop Gujarati News