Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : કેડિલાનાં CMD રાજીવ મોદી સામે કથિત દુષ્કર્મનો કેસ, HC માં અરજી!

ફરિયાદ બાદ પણ ઠોસ પગલાં નહીં લેવાતા HC માં અરજી કરાઈ છે.
ahmedabad   કેડિલાનાં cmd રાજીવ મોદી સામે કથિત દુષ્કર્મનો કેસ  hc માં અરજી
Advertisement
  1. કેડિલાનાં CMD રાજીવ મોદી સામેનાં કથિત દુષ્કર્મ કેસનો મામલો (Ahmedabad)
  2. કલેક્ટર અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં કરાઈ હતી ફરિયાદ
  3. કામકાજના સ્થળે મહિલા પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ
  4. ફરિયાદ બાદ પણ ઠોસ પગલાં નહીં લેવાતા HCમાં અરજી

Ahmedabad : કેડિલાનાં CMD રાજીવ મોદી સામેનાં કથિત દુષ્કર્મ કેસ અંગે મોટા સમાચાર આવ્યા છે. આ કેસ બાદ કામકાજનાં સ્થળે મહિલાઓ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અંગે બનેલા કાયદાની જોગવાઈનું પાલન નહીં થયું હોવા મામલે અમદાવાદ કલેક્ટર અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં (National Women Commission) ફરિયાદ કરાઈ હતી. જો કે, ફરિયાદ બાદ પણ ઠોસ પગલાં નહીં લેવાતા HC માં અરજી કરાઈ છે. આ બાબતે કલેક્ટર અને અન્યો સામે તપાસ થાય તેવી માંગણી કરાઈ છે. હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટર સહિત અન્યોને નોટિસ ઇશ્યૂ કરી છે.

આ પણ વાંચો - Gujarat Congress : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં મોટો ફેરફાર!

Advertisement

Advertisement

તપાસમાં ઇન્કવાયરી બંધ કરતા યુવતીએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં

બલ્ગેરિયન યુવતી (Bulgarian Girl Case) દ્વારા તેણીની સાથે છેડછાડ અને કથિત બળાત્કારનો આરોપ કેડિલાનાં CMD રાજીવ મોદી (CMD Rajiv Modi) સામે કરાતા ખડભડાટ મચી ગયો હતો. જો કે, આ કેસ બાદ કામકાજનાં સ્થળે મહિલા કર્મચારીઓ સાથે જાતીય સતામણી અંગે બનેલા કાયદાની જોગવાઈનું પાલન નહીં થયું હોવા અંગે અમદાવાદ કલેક્ટર અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરાઈ હતી. પરંતુ, ફરિયાદ બાદ પણ કાર્યવાહી નહીં થતા HC માં અરજી કરાઈ છે. આ બાબતે કલેક્ટર અને અન્યો સામે તપાસ થાય તેવી માગ કરાઈ છે. ઇન્કવાયરી બંધ કરતા યુવતીએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે.

આ પણ વાંચો - Gujarat Budget 2025 અંગે BJP, કોંગ્રેસ, AAP નાં નેતાઓની પ્રતિક્રિયા, મહિલાઓ-ખેડૂતોએ કહી આ વાત!

અમદાવાદ કલેક્ટર સહિત અન્યોને નોટિસ ઇશ્યૂ કરાઈ

લોકલ કમ્પ્લેન્ટ કમિટીએ પગલાં નહીં લેતા હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. માહિતી અનુસાર, અરજીમાં રાજીવ મોદી, તેમના પુત્ર અને અન્ય લોકો સામે તપાસ કરવાની માંગ કરાઈ છે. નિવૃત્ત ન્યાયમૂર્તિનાં અધ્યક્ષ પણે તપાસ પંચ નિમવાની માગ પણ કરાઈ છે. આ અરજી મામલે હાઇકોર્ટે (Gujarat High Court) અમદાવાદ કલેક્ટર (Ahmedabad  Collector) સહિત અન્યોને નોટિસ ઇશ્યૂ કરી છે. આ અંગે વધુ સુનાવણી 13 માર્ચનાં રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો - Rajkot: કુંવરજી બાવળિયાએ કોને ધમકી આપી? ઓડિયો થયો વાયરલ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

Delhi માં 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર! યોજનાની વિગતો અંગે લોકસભામાં મંત્રીનો ખુલાસો

featured-img
ક્રાઈમ

રાજ્યભરમાં આજે પણ દાદાના બુલડોઝર દ્વારા સફાયો જારી

featured-img
ક્રાઈમ

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા

featured-img
Top News

London : પાવર સબસ્ટેશનમાં આગ લાગવાના કારણે હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ

featured-img
ક્રાઈમ

VADODARA : ચકચારી રક્ષિતકાંડમાં કારનો ડેટા જર્મની મોકલાયો

featured-img
અમદાવાદ

IPS રવિન્દ્ર પટેલની સાસરીમાં તપાસનો રેલો, SEBI દ્વારા પરિવારજનોની પૂછપરછ શરૂ

×

Live Tv

Trending News

.

×