ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એરપોર્ટમાં એન્ટર થતા હવે ટ્રાફિક સમસ્યાની નહીં સર્જાય

અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજના 26 હજારથી વધારે પેસેન્જરની અવર જવર થઈ રહી છે. એરપોર્ટમાં એન્ટર થતા જ ટિકિટ લેવી પડતી હતી. જેના કારણે એન્ટ્રીમાં ટ્રાફિક થતો હતો અને પેસેન્જરનો સમય પણ બગડતો હતો. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા પ્રવાસીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટનાં એન્ટ્રી ગેટમાંથી ટિકિટ બુથ હટાવી દેવામાં આવ્યા છે. એરપોર્ટ પરથી વà
09:56 AM Feb 17, 2022 IST | Vipul Pandya

અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજના 26 હજારથી વધારે પેસેન્જરની અવર જવર થઈ રહી છે. એરપોર્ટમાં એન્ટર થતા જ ટિકિટ લેવી પડતી હતી. જેના કારણે એન્ટ્રીમાં ટ્રાફિક થતો હતો અને પેસેન્જરનો સમય પણ બગડતો હતો. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા પ્રવાસીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટનાં એન્ટ્રી ગેટમાંથી ટિકિટ બુથ હટાવી દેવામાં આવ્યા છે. એરપોર્ટ પરથી વિદાય લેતા પેસેન્જરોની પરિવહન વ્યવસ્થા આસાન બને તે માટે વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી છે.

 

પેસેન્જર એરપોર્ટ આવે ત્યારે ટેન્શનમાં હોય છે મોડું નહીં થાયને, બોર્ડિંગ બંધ નહીં થઈ જાયને તેમજ એન્ટ્રી ગેટ પર ટિકિટ માટે ટ્રાફિક હશે તો! ત્યારે પેસેન્જરોનો તણાવ ઓછો કરવાના ઉદ્દેશ્યથી તેમની પાસેથી કોઈપણ વેઇટિંગ ચાર્જ વસૂલ કર્યા વગર તેમને કર્બસાઈડ ઉપર ઉતારી શકાશે. માત્ર પેસેન્જરોને છોડવા આવતી કારનો સમય બચે તે માટે એન્ટ્રી ટિકિટ બૂથ હટાવી લેવામાં આવ્યાં છે. એરપોર્ટ પર થોડો વધુ સમય પસાર કરવા ઈચ્છતા સંબંધીઓને સલામત પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરવાનું રહેશે.

 

એરપોર્ટ પર સ્ટાન્ડર્ડ પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. વાહન ચાલક એરપોર્ટ પર રોકાવવા માંગે તો વાહન પાર્કિગમાં પાર્ક કરવાનું રહેશે. જેનો 30 મિનિટનો ચાર્જ 90 રૂપિયા રહેશે. આવી જ વ્યવસ્થા ઈન્ટરનેશનલ ટર્મિનલ પર કરવામાં આવી છે. આમ છતાં કર્બસાઈડ ઉપર ભીડ થાય નહીં તે માટે ડોમેસ્ટીક એરાઈવલ એરિયામાં સમય મર્યાદા એક સરખી રહેશે.

 

જો કે અમદાવાદ એરપોર્ટ પર પહેલા એન્ટ્રી થતા ટિકિટ બુથ પરથી ટીકીટ લેવાની રહેતી હતી અને 10 મિનિટથી વધારે 1 મિનિટ થાય તો પણ 90 રૂપિયા ચાર્જ આપવો પડતો હતો. ક્યારેક એક્ઝિટ ગેટ પર ટ્રાફિકના કારણે પણ સમય વધારે થઈ જતો હતો. જેના કારણે પ્રવાસી અને ટિકિટ બુથ પરના કર્મચારીઓ વચ્ચે રકઝક થતી હતી. પરંતુ હવે આ સમસ્યામાંથી છુટકારો મળશે અને પેસેન્જરને ઉતારવા જવા માટે સરળતા થઈ ગઈ છે. જોકે અમદાવાદ એરપોર્ટના એરાઈવલ ગેટ પર પહેલા જેવી વ્યવસ્થા યથાવત છે.


Tags :
adaniairportahmedabadairportGujaratFirstparkingTraffic
Next Article