Ahmedabad : 'ટપાલ' અભિયાન બાદ TET-TAT પાસ ઉમેદવારોનું 'આવેદન પત્ર' અભિયાન!
- TET-TAT પાસ ઉમેદવારોએ વિવિધ જિલ્લામાં આવેદન પત્ર આપ્યા (Ahmedabad)
- ધો. 1 થી 5 માં જગ્યા વધારવાની માગ સાથે આવેદન પત્ર આપ્યા
- જિલ્લાનાં કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરી
- ગઈકાલે 'ટપાલ અભિયાન' ની શરૂઆત પણ કરી હતી
Ahmedabad : રાજ્યમાં TET-TAT પાસ ઉમેદવારો દ્વારા ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવા માટે છેલ્લા ઘણા સમયથી માગ કરાઈ રહી છે. પોતાની માગણીઓની રજૂઆત માટે TET-TAT પાસ ઉમેદવારો અગાઉ ગાંધીનગર (Gandhinagar) ખાતે પણ પહોંચ્યા હતા. સાથે જ 'ટપાલ અભિયાન'ની શરૂઆત પણ કરી હતી. ત્યારે હવે TET-TAT પાસ ઉમેદવારો દ્વારા વિવિધ જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી જગ્યા વધારવા માગ કરી છે.
વિવિધ જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપ્યા
અગાઉ TET-TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગર પહોંચી કરી હતી રજૂઆત
જણાવી દઈએ કે, અગાઉ TAT અને TET પાસ ઉમેદવારો ધો. 1 થી 5 માં ભરતી વધારાની માગ સાથે ગાંધીનગરનાં (Gandhinagar) વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. જો કે, ઉમેદવારો તેમની રજૂઆત કરે તે પહેલાં પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. માંગ સાથે ઉમેદવારો સૂત્રોચ્ચાર અને દેખાવો કરે તે પહેલા જ પોલીસે તમામને ડિટેઈન કર્યાહતા. ઉમેદવારોની મુખ્ય માંગ મહેકમ મુજબ ભરતી કરવાની છે.
આ પણ વાંચો - Health Workers Strike : આરોગ્યકર્મીઓની હડતાલ અંગે સરકારનું મોટું એક્શન!