Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : 'ટપાલ' અભિયાન બાદ TET-TAT પાસ ઉમેદવારોનું 'આવેદન પત્ર' અભિયાન!

TET-TAT પાસ ઉમેદવારો દ્વારા વિવિધ જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી જગ્યા વધારવા માગ કરી છે.
ahmedabad    ટપાલ  અભિયાન બાદ tet tat પાસ ઉમેદવારોનું  આવેદન પત્ર  અભિયાન
Advertisement
  1. TET-TAT પાસ ઉમેદવારોએ વિવિધ જિલ્લામાં આવેદન પત્ર આપ્યા (Ahmedabad)
  2. ધો. 1 થી 5 માં જગ્યા વધારવાની માગ સાથે આવેદન પત્ર આપ્યા
  3. જિલ્લાનાં કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરી
  4. ગઈકાલે 'ટપાલ અભિયાન' ની શરૂઆત પણ કરી હતી

Ahmedabad : રાજ્યમાં TET-TAT પાસ ઉમેદવારો દ્વારા ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવા માટે છેલ્લા ઘણા સમયથી માગ કરાઈ રહી છે. પોતાની માગણીઓની રજૂઆત માટે TET-TAT પાસ ઉમેદવારો અગાઉ ગાંધીનગર (Gandhinagar) ખાતે પણ પહોંચ્યા હતા. સાથે જ 'ટપાલ અભિયાન'ની શરૂઆત પણ કરી હતી. ત્યારે હવે TET-TAT પાસ ઉમેદવારો દ્વારા વિવિધ જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી જગ્યા વધારવા માગ કરી છે.

આ પણ વાંચો - Gandhinagar : સરકાર સુધી માંગણીઓ પહોંચાડવા TET-TAT ઉમેદાવારોનું અનોખું 'ટપાલ અભિયાન'!

Advertisement

વિવિધ જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપ્યા

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં TET-TAT પાસ ઉમેદવારો દ્વારા ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવાની માગ સાથે કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. અમદાવાદ (Ahmedabad), ભાવનગર, આણંદ, પાટણ (Patan), બનાસકાંઠા, મહેસાણા સહિતનાં જિલ્લાઓમાં TET-TAT પાસ ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યા હતા. જણાવી દઈએ કે, ગઈકાલથી TET-TAT પાસ ઉમેદવારો દ્વારા 'ટપાલ અભિયાન'ની (Postal Campaign) શરૂઆત પણ કરવામાં આવી છે. જે હેઠળ ઉમેદવારોએ મુખ્ય ન્યાયાધીશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરને (Dr. Kuber Dindor) પત્ર લખી રજૂઆત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Nadiad News: પ્રજાના કામમાં પારદર્શકતાનો ફિયાસ્કો, નડિયાદની કલેક્ટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા અરજદારને ધરમનાં ધક્કા

અગાઉ TET-TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગર પહોંચી કરી હતી રજૂઆત

જણાવી દઈએ કે, અગાઉ TAT અને TET પાસ ઉમેદવારો ધો. 1 થી 5 માં ભરતી વધારાની માગ સાથે ગાંધીનગરનાં (Gandhinagar) વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. જો કે, ઉમેદવારો તેમની રજૂઆત કરે તે પહેલાં પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. માંગ સાથે ઉમેદવારો સૂત્રોચ્ચાર અને દેખાવો કરે તે પહેલા જ પોલીસે તમામને ડિટેઈન કર્યાહતા. ઉમેદવારોની મુખ્ય માંગ મહેકમ મુજબ ભરતી કરવાની છે.

આ પણ વાંચો - Health Workers Strike : આરોગ્યકર્મીઓની હડતાલ અંગે સરકારનું મોટું એક્શન!

Tags :
Advertisement

Related News

featured-img
સ્પોર્ટ્સ

Chahal Dhanashree: યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે મોટા સમાચાર

featured-img
ગુજરાત

VADODARA : નજીવી બાબતે બેરહેમીપૂર્વક માર મારતા યુવકનું મોત

featured-img
બિઝનેસ

Gaming Industry : ભારતમાં અબજો રૂપિયાનો ગેમિંગ ઉદ્યોગ થશે, જાણો કોને થશે ફાયદો

featured-img
રાજકોટ

Rajkot : નર્સિંગની વિદ્યાર્થીની ભૂવાના ત્રાસનો ભોગ બની

featured-img
ગુજરાત

VADODARA : ટુ વ્હીલર પર રસ્તો ક્રોસ કરતા વૃદ્ધનું કારની અડફેટે મોત

featured-img
ક્રાઈમ

Palitana : મને સમાજમાં કેમ વગોવે છે જેવી બાબતે સગા ભાઈએ નાના ભાઈની હત્યા કરી

×

Live Tv

Trending News

.

×