Ahmedabad : જીવરાજ પાર્ક બાદ હવે પાનકોર નાકામાં આગનો બનાવ, રમકડાંની 3 દુકાન ભડભડ સળગી
- Ahmedabad નાં પાનકોર નાકા વિસ્તારમાં લાગી ભીષણ આગ
- રમકડાં બજારમાં આવેલી ત્રણ જેટલી દુકાનો ભડભડ સળગી
- પ્લાસ્ટિક હોવાનાં કારણે આગ વિકરાળ બની, ધુમાડો દૂર-દૂર સુધી દેખાયો
- ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે, જવાનોએ કામગીરી હાથ ધરી
અમદાવાદમાં (Ahmedabad) વિકરાળ આગ લગાવાની વધુ એક ઘટના બની છે. જીવરાજ પાર્ક વિસ્તાર (Jivraj Park Fire Incident) બાદ હવે પાનકોર નાકા વિસ્તારમાં આગ લાગી છે. રમકડા બજારમાં આવેલી 3 જેટલી દુકાનોમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દુકાનોમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાના કારણે આગ વિકરાળ બની છે અને ધુમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની (Fire Department) 8 જેટલી ગાડીઓ સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે.
આ પણ વાંચો - Ahmedabad: જીવરાજ પાર્કમાં લાગેલ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત, એક ગંભીર
Navsari: ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં ડૂબી જતા બે ના મોત, ત્રણનો બચાવ
આ પણ વાંચો -
રમકડાં બજારમાં આવેલી ત્રણ જેટલી દુકાનો ભડભડ સળગી
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદનાં પાનકોર નાકા વિસ્તારનાં (Pankor Naka Fire Incident) રમકડાં બજારમાં આવેલી 3 દુકાનોમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી છે. આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી અને લોકોએ ત્વરિત ફાયર વિભાગને (Ahmedabad Fire Department) જાણ કરી હતી. માહિતી મુજબ, ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. સતત પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવવા ફાયર જવાનો દ્વારા કામગીરી કરાઈ રહી છે.
પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું!
જો કે, દુકાનમાં આગ કેવી રીતે લાગી તે પાછળનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. દુકાનમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, દુકાનમાં રાખેલ તમામ માલ-સામાન આગની ચપેટમાં આવી બળીને ખાખ થયો છે. નોંધનીય છે કે, આ પહેલા શહેરનાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ જ્ઞાનપદા સોસાયટીમાંનાં એક મકાનમાં ભયંકર આગ લાગી હતી, જેમાં એક બાળક અને તેની માતાનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો - અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે, N.A.થશે માત્ર 10 દિવસમાં