Ahmedabad : જાણીતા ખમણ હાઉસમાં ગ્રાહકને થયો કડવો અનુભવ! Video વારઇલ
- અમદાવાદનાં ધોળકામાં ગ્રાહકને થયો કડવો અનુભવ (Ahmedabad)
- ગ્રાહકે મંગાવેલા ખમણમાંથી નીકળ્યો કાનખજૂરો!
- જય શ્રી રામ ખમણ હાઉસમાંથી મંગાવ્યુ હતું ખમણ
- ગ્રાહકે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી કર્યો દાવો
Ahmedabad : રાજ્યમાં ખાણી-પીણીની વસ્તુઓમાંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ અગાઉ પણ આપણી સમક્ષ અનેકવાર આવી ચૂકી છે. ત્યારે હવે વધુ એક એવી જ ઘટના અમદાવાદનાં ધોળકામાંથી (Dholka) સામે આવી છે. અહીં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. દુકાનમાંથી મંગાવેલા ખમણમાંથી કાનખજૂરો નીકળ્યો હોવાનો દાવો ગ્રાહક દ્વારા કરાયો છે. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો છે.
આ પણ વાંચો - Gandhinagar : TET-TAT પાસ ઉમેદવારો રજૂઆત કરે તે પહેલા જ પોલીસે ડિટેઇન કર્યા!
ખમણની પ્લેટમાંથી કાનખજૂરો નીકળ્યો હોવાનો ગ્રાહકનો દાવો
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) ધોળકામાં એક ગ્રાહકને ખમણનો સ્વાદ માણતી વેળાએ ખૂબ જ કડવો અનુભવ થયો હતો. ગ્રાહક દ્વારા દાવો કરાયો છે કે તેમણે ધોળકામાં બસ સ્ટેન્ડ પાસે આવેલ જય શ્રી રામ ખમણ હાઉસમાંથી (Jai Shri Ram Khaman House) ખમણ મંગાવ્યા હતા. જો કે, આ ખમણની પ્લેટમાંથી કાનખજૂરો નીકળ્યો હતો. આ ઘટનાનો ગ્રાહક દ્વારા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યો છે. જો કે, હવે આ મામલે ફૂડ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેનાં પણ સૌની નજર છે.
અમદાવાદના ધોળકામાં ગ્રાહકને થયો કડવો અનુભવ
ગ્રાહકે મંગાવેલા ખમણમાંથી નિકળ્યો કાનખજૂરો!
જય શ્રી રામ ખમણ હાઉસમાંથી મંગાવ્યુ હતું ખમણ
ગ્રાહકે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
ધોળકા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે ખમણ હાઉસ#Gujarat #Ahmedabad #Dholka #Khaman #ShreeRamKhaman #ViralVideo… pic.twitter.com/YSvxn62Flu— Gujarat First (@GujaratFirst) March 11, 2025
આ પણ વાંચો - Kheda : કઠલાલ અને કપડવંજ તા. પં.નાં પ્રમુખના નામની જાહેરાત, જાણો કોને મળી જવાબદારી ?
નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા લોકો પર લગામ કયારે ?
નોંધનીય છે કે, અગાઉ પણ અનેક વાર આ પ્રકારની ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. ક્યારે વેફરનાં પેકેટમાંથી મરેલો ઉંદર અને તળેલો દેળકો તો ક્યારેક રસમાંથી વંદો, તો ક્યારે હોટેલ-રેસ્ટોરન્ટનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. ત્યારે સવાલ થાય છે કે વધુ રૂપિયા કમાવવાની લ્હાયમાં નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા બેદરકાર લોકો પર લગામ ક્યારે લાગશે ? આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતા ફૂડ વિભાગની કામગીરી સામે પણ લોકો સવાલ ઊભા કરી રહ્યા છે.
આ પણ વાંચો - છોટાઉદેપુર બાળકી હત્યા કેસ: તાંત્રિક વિધિ નહીં, આંતરિક તકરારે લીધો નિર્દોષનો જીવ