Ahmedabad : પાલડીનાં બંધ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું, 60-70 લાખની રોકડ મળી, તસવીરો જોઈ ચોંકી જશો!
- Ahmedabad નાં પાલડીમાં સ્ટેટ એજન્સીનું સર્ચ ઓપરેશન
- શેર ઓપરેટરનાં સંબંધીનાં બંધ ફ્લેટમાં ATS-DRI નું જોઈન્ટ ઓપરેશન
- 95.5 કિલો સોનું-ઘરેણાં અને 60 થી 70 લાખ રોકડ રકમ મળી
- ફ્લેટમાંથી મળેલા સોનાની તસવીરો પણ સામે આવી, ઓપરેશન હાલ પણ ચાલુ
અમદાવાદનાં (Ahmedabad) પાલડી વિસ્તારમાં આવેલા એક બંધ ફ્લેટમાં આજે ATS અને DRI દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન (Joint Search Operation) હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી હેઠળ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું, ઘરેણાં અને 60 થી 70 લાખ રોકડ રકમ પણ મળી આવી છે. તપાસ એજન્સીઓ દ્વારા સોનું અને રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બંધ ફ્લેટ શેર ઓપરેટર મેઘ શાહના (Megh Shah) સંબંધીનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અંદાજિત 86 કરોડનું સોનું હોવાના અનુમાન છે.
ફ્લેટમાંથી 95.5 કિલો સોનું-ઘરેણાં અને 60-70 લાખની રોકડ મળી!
અમદાવાદનાં (Ahmedabad) પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં તપાસ કરતા ATS અને DRI ની ટીમને ખજાનો હાથ લાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. માહિતી અનુસાર, બાતમીનાં આધારે ATS અને DRI ની ટીમે પાલડી (Paldi) ખાતે આવેલા શેર ઓપરેટર મેઘ શાહના સંબંધીનાં બંધ ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ફ્લેટમાંથી 95.5 કિલો જેટલું સોનું અને ઘરેણાં મળી આવ્યા છે. સાથે જ 60 થી 70 લાખની રોકડ રકમ પણ મળી આવી છે. ફ્લેટમાં છૂપાવેલ સોનાની બિસ્કિટની તસવીરો પણ સામે આવી છે. આ મામલે સ્ટેટ એજન્સીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. માહિતી અનુસાર, આ કાર્યવાહી દરમિયાન DRI નાં ડેપ્યૂટી ડાયરેક્ટર પણ ફ્લેટ ખાતે પહોંચ્યા હતા.
આ પણ વાંચો - Junagadh : પૂર્વ ડેપ્યૂટી મેયરનાં પતિની દાદાગીરી! જાહેરમાં યુવક પર હથોળીથી હુમલો કર્યો
પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી
તપાસ એજન્સીને અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી લાખોની રકમ તેમ જ કરોડોની કિંમતનું સોનું-દાગીના મળી આવતા આ મામલે એજન્સીઓ દ્વારા તપાસને વધુ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે હેઠળ આટલા બધા પૈસા તેમ જ આટલા મોટા પ્રમાણમાં સોનું ક્યાંથી આવ્યું સહિતની બાબતે એજન્સી દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ત્યારે પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થવાની વકી છે. એવી પણ માહિતી છે કે ફ્લેટમાં 100 થી 400 કિલો જેટલું સોનું છુપાવ્યું હોવાની બાતમી એજન્સીઓને મળતા એજન્સીનાં સભ્યો પણ ચોંકી ઊઠ્યા હતા. આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Gandhinagar : સરકાર સુધી માંગણીઓ પહોંચાડવા TET-TAT ઉમેદાવારોનું અનોખું 'ટપાલ અભિયાન'!