Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 18 ફેબ્રુઆરીએ ચુકાદો

અમદાવાદ વર્ષ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટ 18 ફેબ્રુઆરીએ ચુકાદો સંભળાવશે. મંગળવારે થયેલી સુનાવણીમાં બંને પક્ષના વકીલોની દલીલ પૂર્ણ થઈ છે. 13 વર્ષ બાદ સમગ્ર કેસ પર સુનાવણી પૂર્ણ થઈ છે. બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિતોને ફાંસીની સજા મળે તેવી સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી છે, તો બચાવ પક્ષના વકીલે આરોપીઓને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી.18 ફેબ્રુઆરીએ થનાર ચુકાદા પર સમગ્ર દેશà
અમદાવાદ વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 18 ફેબ્રુઆરીએ ચુકાદો
અમદાવાદ વર્ષ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટ 18 ફેબ્રુઆરીએ ચુકાદો સંભળાવશે. મંગળવારે થયેલી સુનાવણીમાં બંને પક્ષના વકીલોની દલીલ પૂર્ણ થઈ છે. 13 વર્ષ બાદ સમગ્ર કેસ પર સુનાવણી પૂર્ણ થઈ છે. બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિતોને ફાંસીની સજા મળે તેવી સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી છે, તો બચાવ પક્ષના વકીલે આરોપીઓને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી હતી.
18 ફેબ્રુઆરીએ થનાર ચુકાદા પર સમગ્ર દેશવાસીઓની નજર રહેશે. આ કેસમાં UAPA એક્ટ હેઠળ ગુનો નોંધવામાં
આવ્યો છે. આ પ્રકારના કિસ્સાઓને 'રેરેસ્ટ ઓફ ધ રેર'માં ગણવામાં આવે છે. વર્ષ 2008 બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં
મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
કોર્ટમાં અગાઉની સુનાવણીમાં જુદા જુદા આરોપીઓએ દલીલ કરી હતી. 'આરોપી નંબર 4એ કહ્યુ હતું કે 'મારી પરિસ્થિતિ સારી નથી, બાળકોને અભ્યાસ કરાવવો છે પરંતુ પોતાનું ઘર પણ નથી. હું 13 વર્ષ જેલમાં રહ્યો જેથી મારા સામે ધ્યાન આપજો'..તો આરોપી નંબર-13એ કહ્યું- 'હું મુસલમાન છું,તેથી મને ફસાવવામાં આવ્યો ,મારી ખોટી ઓળખ ઉભી કરીને ધરપકડ કરાઈ હતી'.

શું હતો ઘટનાક્રમ?

Advertisement

અમદાવાદમાં 26 જુલાઈ 2008માં
એકબાદ એક
20
સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 58 લોકોના
મૃત્યુ થયા. અને 244 લોકોને
ઇજા થઇ. સમગ્ર બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન
ઇન્ડિયન
મુઝાહિદ્દીન દ્વારા સ્વીકારવામાં આવી હતી
,
બ્લાસ્ટ બાદ પ્રથમ વખત
આતંકી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનનું
મોડ્યુલ સામે આવ્યું હતું. જેમાં
રિયાઝ, ઇકબાલ, યાસીન
ભટકલની

આ સમગ્ર મામલે માસ્ટરમાઇન્ડની ભૂમિકા હતી.
આતંકીઓએ બ્લાસ્ટનું પ્લાનિંગ કેરળના જંગલોમાં કર્યું હતું.
ત્યારે બ્લાસ્ટ

બાદ આતંકીઓનું મોડ્યુલ સામે આવતા તપાસની જવાબદારી ખાસ
અધિકારીઓને સોંપી

દેવાઇ હતી, અને 19 દિવસમાં
જ કેસ ઉકેલાયો હતો. આ મામલે અમદાવાદમાં
20 અને
સુરતમાં 15 ફરિયાદ નોંધાઇ હતી. આમ કુલ 35 કેસોને
એકસાથે ભેગા કરી દેવામાં
આવ્યા હતા. આ કેસમાં કુલ 78 આરોપીઓને
ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. હાલ
49 લોકો
સાબરમતી જેલમાં છે.

અમદાવાદમાં ક્યાં થયા હતા બ્લાસ્ટ?

Advertisement

  • હાટકેશ્વર સર્કલ
  • બાપુનગર
  • ઠક્કરબાપાનગર
  • જવાહર ચોક
  • સિવિલ હોસ્પિટલ
  • એલજી હોસ્પિટલ
  • મણિનગર
  • ખાડિયા
  • રાયપુર
  • સારંગપુર
  • ગોવિંદવાડી
  • ઇસનપુર
  • નારોલ
  • સરખેજ

આ છે ગુજરાતના ગુનેગાર

  • જાહિદ કુતબુદિન શેખ
  •  ઇમરાન ઇબ્રાહિમ શેખ
  •  ઇકબાલ કાસમ શેખ
  • સમસુદ્દીન શાહબુદ્દીન શેખ
  •  ગ્યાસુ અબ્દુલ હલીમ
    અંસારી
  • મોહંમદ આરીફ ઇકબાલ કાગઝી
  •  મોહંમદ ઉસ્માન
    અનિસ અગરબત્તી વાલા
  • યુનુસ મહંમદ મન્સૂરી
  •  કમરુદ્દીન ચાંદ
    મોહમંદ નાગોરી
  •  આમિલ પરવાઝ કાઝી શેખ
  •  સાબીદ અબ્દુલ કરિમ
    મુસ્લિમ
  •  ઇકબાલ જાહરુલ હુસૈન
    નાગોરી
  • અદનાન મુલ્લા
  •  સલીમ ગુલામ ખ્વાજા
    મન્સુરી
  • અબ્દુલ રશીદ
  •  અબ્બાસ ઉમર
    સમેજા
  •  જાવેદ અહેમદ સગીર
    અહેમદ શેખ
  •  અતીક ઉર રહેમાન
  •  વિક્કી અંસારી
  •  રાજા
    પઠાણ
  •  જમાલ અંસારી
  • અબ્દુલ રાજીક મંસુરી
  •  અફસર ઉસ્માની
  •  યાશીર શેખ
  •  આરીફ
    બદર શેખ
  •  હસન શેખ
  •  રફીઉદ્દીન સરફુદ્દીન
    કાપડીયા
  •  મહંમદ આરીફ નસીમ
    અહેમદ

    મીર્ઝા
  •  રીઝવાન કાપડીયા
  •  રાહુલ શેખ
  • જીશાન શેખ
  •  મોન્ટુ તૈલી
  •  મહંમદ શકીલ
    યામીમખાન લુહાર
  •  ખાલીદ શફીક સૈયદ
  •  સઇદ ઇસ્માઇલ ચૌધરી
  •  સલાઉદ્દીન દુરાની
  •  સૈયદ ઇર્શાદ સૈયદ
  •  અબ્બુ બરેલવી
  • શરીફ સલીમ
  •  સૈફુર રહેમાન અંસારી
  •  નદવી
    મુસ્લીમ
  •  હારીશ મુસ્લીમ
  • તલ્હા પઠાણ
  • ઠાકુર અંસારી
  • રાજા શેખ
  • મુબીન સફુરખાન
  •  મુન્ના મણીયાર
  •  જાવેદ અહેમદ
  •  અતિક પઠાણ
Advertisement
Tags :
Advertisement

.