Ahmedabad : ચાંદખેડામાં રાતે 10 લોકોનું ટોળું હથિયારો સાથે ઘરમા ઘૂસ્યું, તોડફોડ કરી, ધમકીઓ આપી
- Ahmedabad શહેરમાં કાયદો વ્યવસ્થાની ઐસીકી તૈસી!
- ચાંદખેડા વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક
- 10 લોકોનાં ટોળાએ ઘરમાં ઘૂસીને કરી તોડફોડ
- લાકડી, દાંતી જેવા હથિયાર લઈને મકાનમાં ઘૂસ્યા હતા
અમદાવાદ શહેરમાં (Ahmedabad) કાયદો વ્યવસ્થાની 'ઐસી કી તૈસી' કરી પોલીસને સીધો પડકાર ફેંકતા હોય એમ અસામાજિક તત્વોના આતંકનો વધુ એક બનાવ ચાંદખેડામાંથી સામે આવ્યો છે. અમદાવાદમાં નાગરિકો પોતાનાં ઘરમાં પણ સુરક્ષિત ન હોય તેવા દ્રશ્યો ચાંદખેડા વિસ્તારમાં (Chandkheda) જોવા મળ્યા છે. 10 લોકોનાં ટોળાએ લાકડી, દાંતી જેવા હથિયાર લઈને રાતનાં સમયે ઘરમાં ઘૂસીને ભારે તોડફોડ કરી હતી અને 24 કલાકમાં મકાન ખાલી કરી દેવાની અને મકાનમાં રહેતા પરિવારને જાનથી મારી દેવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો - Bhavnagar : બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા
10 લોકોનાં ટોળાએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી
અમદાવાદનાં (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં પોલીસને પડકારતી ઘટના બની છે. 39 બંગલાવાળી તલાવડીમાં આવેલા એક મકાનમાં 10 લોકોનું ટોળું રાત્રિના સમયે અચાનક ઘૂસી આવ્યું હતું. આ લુખ્ખા તત્વોનાં હાથમાં લાકડી, દાંતી જેવા હથિયાર હતા. ટોળાએ મકાનમાં સામાનની તોડફોડ કરી હતી અને 24 કલાકમાં મકાન ખાલી કરી દેવાની પરિવારને ધમકી આપી હતી. સાથે મકાન ખાલી નહીં કરે તો પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આરોપ છે કે આ મામલે જ્યારે પીડિત પરિવાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો તો પોલીસે માત્ર અરજી લીધી હતી.
આ પણ વાંચો - Bhavnagar : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, કહ્યું - 'ઠાકર કરે ઈ ઠીક' નાં વિચાર સાથે ભરવાડ સમાજ..!
ઘરની મહિલા પર બળાત્કાર કરવાની ધમકી પણ આપી
આરોપ અનુસાર, ઘરમાં ઘૂસી આવેલા લુખ્ખા તત્વોએ મહિલાની સોનાની ચેન પણ તોડી હતી. સાથે જ ઘરની મહિલા પર બળાત્કાર કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરે અને આરોપીઓની જલદી ધરપકડ કરે તેવી માગ પીડિત પરિવારે કરી છે. અસમાજિક તત્વોનો આતંક જોઈ સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. ત્યારે, પોલીસને સીધે ચેલેન્જ આપતી આ પ્રકારની ઘટના બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. હવે, આ ઘટનામાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત HC માં ન્યાયાધીશ માટે કોલેજિયમે 8 નામોની ભલામણ કરી, જુઓ યાદી