Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ચાંદખેડામાં રાતે 10 લોકોનું ટોળું હથિયારો સાથે ઘરમા ઘૂસ્યું, તોડફોડ કરી, ધમકીઓ આપી

પોલીસને સીધો પડકાર ફેંકતા હોય એમ અસામાજિક તત્વોના આતંકનો વધુ એક બનાવ ચાંદખેડામાંથી સામે આવ્યો છે.
ahmedabad   ચાંદખેડામાં રાતે 10 લોકોનું ટોળું હથિયારો સાથે ઘરમા ઘૂસ્યું  તોડફોડ કરી  ધમકીઓ આપી
Advertisement
  1. Ahmedabad શહેરમાં કાયદો વ્યવસ્થાની ઐસીકી તૈસી!
  2. ચાંદખેડા વિસ્તારમાં અસમાજિક તત્વોનો આતંક
  3. 10 લોકોનાં ટોળાએ ઘરમાં ઘૂસીને કરી તોડફોડ
  4. લાકડી, દાંતી જેવા હથિયાર લઈને મકાનમાં ઘૂસ્યા હતા

અમદાવાદ શહેરમાં (Ahmedabad) કાયદો વ્યવસ્થાની 'ઐસી કી તૈસી' કરી પોલીસને સીધો પડકાર ફેંકતા હોય એમ અસામાજિક તત્વોના આતંકનો વધુ એક બનાવ ચાંદખેડામાંથી સામે આવ્યો છે. અમદાવાદમાં નાગરિકો પોતાનાં ઘરમાં પણ સુરક્ષિત ન હોય તેવા દ્રશ્યો ચાંદખેડા વિસ્તારમાં (Chandkheda) જોવા મળ્યા છે. 10 લોકોનાં ટોળાએ લાકડી, દાંતી જેવા હથિયાર લઈને રાતનાં સમયે ઘરમાં ઘૂસીને ભારે તોડફોડ કરી હતી અને 24 કલાકમાં મકાન ખાલી કરી દેવાની અને મકાનમાં રહેતા પરિવારને જાનથી મારી દેવાની ધમકી પણ આપી હતી.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : બાવળીયારી ઠાકર ધામમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, PM મોદી વર્ચ્યુઅલી જોડાયા

Advertisement

Advertisement

10 લોકોનાં ટોળાએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી

અમદાવાદનાં (Ahmedabad) ચાંદખેડા વિસ્તારમાં પોલીસને પડકારતી ઘટના બની છે. 39 બંગલાવાળી તલાવડીમાં આવેલા એક મકાનમાં 10 લોકોનું ટોળું રાત્રિના સમયે અચાનક ઘૂસી આવ્યું હતું. આ લુખ્ખા તત્વોનાં હાથમાં લાકડી, દાંતી જેવા હથિયાર હતા. ટોળાએ મકાનમાં સામાનની તોડફોડ કરી હતી અને 24 કલાકમાં મકાન ખાલી કરી દેવાની પરિવારને ધમકી આપી હતી. સાથે મકાન ખાલી નહીં કરે તો પરિવારજનોને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આરોપ છે કે આ મામલે જ્યારે પીડિત પરિવાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો તો પોલીસે માત્ર અરજી લીધી હતી.

આ પણ વાંચો - Bhavnagar : CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, કહ્યું - 'ઠાકર કરે ઈ ઠીક' નાં વિચાર સાથે ભરવાડ સમાજ..!

ઘરની મહિલા પર બળાત્કાર કરવાની ધમકી પણ આપી

આરોપ અનુસાર, ઘરમાં ઘૂસી આવેલા લુખ્ખા તત્વોએ મહિલાની સોનાની ચેન પણ તોડી હતી. સાથે જ ઘરની મહિલા પર બળાત્કાર કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરે અને આરોપીઓની જલદી ધરપકડ કરે તેવી માગ પીડિત પરિવારે કરી છે. અસમાજિક તત્વોનો આતંક જોઈ સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. ત્યારે, પોલીસને સીધે ચેલેન્જ આપતી આ પ્રકારની ઘટના બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. હવે, આ ઘટનામાં પોલીસ શું કાર્યવાહી કરે છે તેનાં પર સૌની નજર છે.

આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત HC માં ન્યાયાધીશ માટે કોલેજિયમે 8 નામોની ભલામણ કરી, જુઓ યાદી

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : જીવતે તો જીવ બચાવ્યાં, મૃત્યુ પછી પણ 4 લોકોને નવજીવન આપ્યું!

featured-img
ક્રાઈમ

Sabarkantha : SP કચેરીમાં અસામાજિક તત્વોને જિ. પોલીસવડાએ કહ્યું- સુધરી જજો નહિંતર..!

featured-img
ગાંધીનગર

Gandhinagar : શિક્ષણ સહાયકોની ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર, શિક્ષણમંત્રીએ કરી પોસ્ટ

featured-img
Top News

PM Modi ના 3 વર્ષના વિદેશના પ્રવાસમાં થયો અધધધધ કરોડનો ખર્ચ

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

Trending News

.

×