Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રેમીના મોત બાદ તેના પિતા સહિત 3 સંબંધીઓએ બગાડી યુવતી પર નજર, પોલીસ પરિવારનો બનાવ

અમદાવાદમાં રહેતી પોલીસકર્મીની પુત્રીને થોડા સમય પહેલા પોલીસ પુત્ર સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્ને ઘરેથી ભાગી ગયા હતા. બાદમાં લગ્ન કર્યા વગર લીવ-ઇન રિલેશનશીપમાં એકબીજા સાથે રહેતા હતા, જે દરમિયાન યુવતીએ બાળકને જન્મ પણ આપ્યો હતો. યુવતી જે યુવક સાથે રહેતી હતી તેના પિતા અવારનવાર તેને જાતિ વિષયક શબ્દો બોલી છેડતી કરતા હતા. તે જ સમયગાળા દરમિયાન યુવતીનાં પ્રેમીએ પહેલા આપઘાત કરી લીધો હતો.
પ્રેમીના મોત બાદ તેના પિતા સહિત 3 સંબંધીઓએ બગાડી યુવતી પર નજર  પોલીસ પરિવારનો બનાવ

અમદાવાદમાં રહેતી પોલીસકર્મીની પુત્રીને થોડા સમય પહેલા પોલીસ પુત્ર સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્ને ઘરેથી ભાગી ગયા હતા. બાદમાં લગ્ન કર્યા વગર લીવ-ઇન રિલેશનશીપમાં એકબીજા સાથે રહેતા હતા, જે દરમિયાન યુવતીએ બાળકને જન્મ પણ આપ્યો હતો. યુવતી જે યુવક સાથે રહેતી હતી તેના પિતા અવારનવાર તેને જાતિ વિષયક શબ્દો બોલી છેડતી કરતા હતા. તે જ સમયગાળા દરમિયાન યુવતીનાં પ્રેમીએ પહેલા આપઘાત કરી લીધો હતો. દીકરાના અકાળે અવસાન બાદ તે યુવકના પિતાએ પોતાના પુત્રની પ્રેમિકાને પોતાની ઉપપત્ની બની રહેવાનું કહેતો હતો. એટલું જ નહીં મૃતકનો પિતરાઈ ભાઈ પણ યુવતી સાથે શારિરીક અડપલાં કરી છેડતી કરતો હતો. સમગ્ર બાબતને લઈને યુવતીએ તેના પિતાને જાણ કરતા એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે રિટાયર્ડ પોલીસ કર્મચારી, તેમના જમાઈ, દીકરી અને મૃતક યુવકના પિતરાઈ ભાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતી 27 વર્ષીય યુવતી તેના માતા-પિતા સાથે રહે છે. વર્ષ 2008માં પોલીસ લાઈનમાં રહેતા એક યુવક સાથે યુવતીને મુલાકાત થઈ હતી. યુવતી મીઠાખળી ખાતે જે સ્કૂલમાં ભણતી હતી, તે જ સ્કૂલમાં યુવક પણ ભણતો હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. યુવતીનો અભ્યાસ પૂર્ણ થતા યુવક તેને લલચાવીને ઘરેથી ભગાડી ગયો હતો. જે બાદ વડોદરા ખાતે બહેનના ઘરે લઈ જઈ ત્યાં 6 માસ જેટલું રોકાયા હતા. ત્યારબાદ ફરીથી વર્ષ 2012-2013 માં યુવક પોલીસ લાઈન ખાતે પોતાના પિતાના ઘરે લઈ આવ્યો હતો અને ત્યાં યુવતીને પોતાનાં ઘરે રાખી હતી. આ દરમિયાન યુવતીએ યુવક સાથે હિન્દુ રિવાજ મુજબ કે કોર્ટ સમક્ષ લગ્ન કર્યા નહોતા અને લગ્ન વગર જ એટલે કે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા. જેના લીધે યુવતીને તેના પિતા કે અન્ય પરિવારજનોએ બોલાવવાનું બંધ કરી સંબંધો તોડી નાખ્યાં હતા. પોલીસ લાઈનમાં એક રૂમનાં મકાનમાં યુવતીની નણંદ-નણદોઇ  સહિતના લોકો આવતા હતા અને જાતિ વિષયક શબ્દો બોલી તેનું અપમાન કરતા હતા.એક દિવસ યુવતી ઘરે એકલી હતી ત્યારે પ્રેમીનાં પિતા તેની પાસે આવ્યા હતા અને તેનો હાથ પકડી શારિરીક અડપલાં કરવાં લાગ્યા હતા. જેથી યુવતીએ તેઓને રોકતા યુવકના પિતાએ ગુસ્સે થઈ યુવતીને જેમ ફાવે તેમ બોલવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2013 માં યુવતી ગર્ભવતી બની અને તેણે દીકરાને જન્મ આપ્યો હતો. જે બાદ પણ પ્રેમીએ તેની સાથે લગ્ન કર્યા નહોતા. તેમ છતાં યુવકના પરિવાર તરફથી અવારનવાર તેના નણદોઇ દ્વારા પણ તેની સોથે શારિરીક અડપલાં કરવામાં આવ્યાં હતા.  જેથી તેણે તેને ધક્કો મારી ઘરની બહાર નીકળી ગઈ હતી. જે બાબતે તેને ઘરમાં વાત કરતા કોઈએ તેની વાત સાંભળી નહોતી.થોડા વર્ષ પછી આ યુવતી પ્રેમી તેના બાળક સાથે નાના ચિલોડામાં રહેવા ગઈ હતી. જોકે  પ્રેમીનાં પિતા પોલીસ ખાતામાંથી નિવૃત્ત થતા તે પણ તેઓની સાથે રહેવા લાગ્યા હતા. આઠ મહિના પહેલા યુવતી જે યુવકને પતિ માની તેની સાથે રહેતી હતી તેને નાના ચિલોડા ખાતે ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મરણ પ્રસંગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ મૃતક યુવકના કાકાના છોકરાએ રાત્રે આ યુવતી ઘરમાં એક ખૂણામાં બેઠી હતી ત્યારે દારૂ પીને આવી તેની પાસે બેસી શરીરે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં નાના ચિલોડા ખાતે યુવતી આવી ત્યારે પણ પ્રેમીના પિતા તેને અવારનવાર શારીરિક છેડતી કરવાનો પ્રયત્ન કરતા હતા અને કહેતા હતા કે હવે તું મારી ઉપપત્ની બનીને મારી સાથે અહીં રહેવા લાગ. જેથી યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને આ બાબતે તેના પિતાને વાત કરતા તેના પિતાએ પોલીસ લાઈન ખાતેના ઘરે બોલાવી હતી. બાદમાં આ મામલે યુવતીને પરિવારની હિંમત મળતા પોલીસ સ્ટેશનમાં આ અંગે યુવકના પિતા બહેન કાકાના દીકરા તથા પ્રેમીનાં બનેવી સામે ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

Advertisement

Tags :
Advertisement

.