Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મિત્રના મોત બાદ વીમાના 10 લાખ રૂપિયા મિત્રએ જ કર્યા ચાંઉ, પોલીસે કરી ધરપકડ

અમદાવાદના ( Ahemdabad)વટવા પોલીસ મથકમાં એક એવા મિત્ર સામે ફરિયાદ નોંધાઇ જેણે મિત્રના મોતનો જ મલાજો ન જાળવ્યો. મિત્રના મોતનું દુખ વ્યક્ત કરવાની જગ્યાએ તેના પરિવારજનોને અંધારામાં રાખી મૃતકના વીમાના 10 લાખ રૂપિયા ચાંઉ કરી લીધા.મિત્રતાના નામને કલંકીત કરતો એક કિસ્સો વટવા પોલીસ ચોંપડે નોંધાયો છે. ઘોડાસરમાં રહેતા સુનિલભાઇ નામનાં વ્યક્તિના દીકરા અલ્પેશનું જાન્યુઆરી માસમાં અકસ્માતમાં મૃતà
મિત્રના મોત બાદ વીમાના 10 લાખ રૂપિયા મિત્રએ જ કર્યા ચાંઉ  પોલીસે કરી ધરપકડ
અમદાવાદના ( Ahemdabad)વટવા પોલીસ મથકમાં એક એવા મિત્ર સામે ફરિયાદ નોંધાઇ જેણે મિત્રના મોતનો જ મલાજો ન જાળવ્યો. મિત્રના મોતનું દુખ વ્યક્ત કરવાની જગ્યાએ તેના પરિવારજનોને અંધારામાં રાખી મૃતકના વીમાના 10 લાખ રૂપિયા ચાંઉ કરી લીધા.
મિત્રતાના નામને કલંકીત કરતો એક કિસ્સો વટવા પોલીસ ચોંપડે નોંધાયો છે. ઘોડાસરમાં રહેતા સુનિલભાઇ નામનાં વ્યક્તિના દીકરા અલ્પેશનું જાન્યુઆરી માસમાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જે બાદ વીમાના પૈસા મેળવવાની મદદના નામે મૃતકનો મિત્ર પિયુષ ગોઢા આવ્યો હતો વીમાના નાણાં મૃતકના પરિવારજનનો અપાવવાની જગ્યાએ આરોપીએ તેના પરિવારને 10 લાખથી વધુનો ચૂનો ચોપડ્યો હતો.જેથી મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
( મૃતક )
આ મામલે પોલીસે અસારવાથી આરોપીને ઝડપી ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. પોલીસ તપાસમાં પણ સામે આવ્યું છે કે ફરિયાદીના પુત્ર અલ્પેશનું ગત 15 જાન્યુઆરી 2022 ના રોજ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અલ્પેશનો શ્રીરામ ફાઇનાન્સ કંપની દ્વારા અકસ્માત વીમો ઉતરાવ્યો હતો. જેથી અલ્પેશના મૃત્યુ બાદ વીમાના પૈસા લેવાના હોવાથી અલ્પેશનો મિત્ર પિયુષ ગોઢા વિમાના 15 લાખ રૂપિયા માટે બેંકમાં ખાતું ખોલાવવું પડશે તેવી વાત પરિવારને કરી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. બે મહિના પછી આરોપી પીયુષે મૃતકના પિતા સુનિલકુમારને 15 લાખનો વીમો પાસ થઈ ગયો હોવાનું જણાવતા સુનિલકુમાર ફાઇનાન્સમાંથી 15 લાખનો ચેક લઈ આવ્યા હતા.
આરોપી પિયુષે આ ચેક ત્રણ અલગ અલગ નામના ડિવાઇડ થશે અને ત્યારબાદ પૈસા મળશે તેમ કહી ચેક લઈને ઓફિસ ચાલ્યો ગયો હતો. પાંચેક મહિના બાદ પિયુષ તેના ફ્રેન્ડના નામનો પાંચ લાખનો ડીડી લઈ આવ્યો હતો અને સુનીલકુમારે બેંકમાં નાખતા પાંચ લાખ તેઓને મળી ગયા હતા. બાદમાં બે મહિના સુધી વિમાના અન્ય 10 લાખ ન આવતા સુનિલકુમારે શ્રીરામ ફાઇનાન્સમાં તપાસ કરતા મેનેજરે 15 લાખ ચૂકવાઇ ગયા હોવાનું અને બેંકમાં ટ્રાન્સફર કર્યા હોવાનું કહેતા સુનિલભાઇએ બેંકમાં તપાસ કરતા આરોપીનો ભાંડો ફુટી ગયો હતો.
આરોપીએ ન માત્ર મૃતકના નાણાં જ પણ એફડીના ₹1.92 લાખ પણ ચાંઉ કર્યા હોવાનો આરોપ લાગ્યો છે.જેને લઇને પણ પોલીસે પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી છે.આરોપીએ અગાઉ નાણાં ન ચૂકવવા પડે તે માટે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળતા પોલીસ તે દિશામાં તપાસ કરી મૃતકના પરિવારને ન્યાય મળે તેવી કાર્યવાહી કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.