Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારે વરસાદ બાદ હવે અમદાવાદમાં રસ્તા પર ભુવા પડવાનો સિલસિલો

રવિવારે રાત્રે અમદાવાદમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ શહેરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા સ્થળે હજું પણ પાણી ઓસર્યા નથી ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓ પર ભુવા પાડવાનો સિલસિલો પણ  યથાવત જોવા મળી રહ્યો છે.દર ચોમાસે અમદાવાદ નગરી ભુવા નગરી બની જતી હોય છે. વરસાદ બાદ પ્રશાસનના મસ મોટા દાવાઓ પાણીમાં જતા હોય છે અને ઠેક-ઠેકાણે ભૂવાઓ પડવાને કારણે લોકો હેરાન પરેશાન બનતા હોà
ભારે વરસાદ બાદ હવે અમદાવાદમાં રસ્તા પર ભુવા પડવાનો સિલસિલો
રવિવારે રાત્રે અમદાવાદમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ શહેરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા સ્થળે હજું પણ પાણી ઓસર્યા નથી ત્યારે અમદાવાદ શહેરના રસ્તાઓ પર ભુવા પાડવાનો સિલસિલો પણ  યથાવત જોવા મળી રહ્યો છે.
દર ચોમાસે અમદાવાદ નગરી ભુવા નગરી બની જતી હોય છે. વરસાદ બાદ પ્રશાસનના મસ મોટા દાવાઓ પાણીમાં જતા હોય છે અને ઠેક-ઠેકાણે ભૂવાઓ પડવાને કારણે લોકો હેરાન પરેશાન બનતા હોય છે. આજે પણ શહેરના મહાલક્ષ્મી ચાર રસ્તા પર મહાકાય ભુવો પડ્યો હતો જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ હતી અને ખાસ કરીને લોકોને ટ્રાફિકના કારણે હેરાન-પરેશાન થવું પડ્યું હતું.
 અમદાવાદ શહેરમાં વરસાદ પડે અને લોકો હેરાન ન થાય તેવું બની જ ન શકે તે સાબિત થયું છે, કારણ કે વરસાદમાં પાણી ભરાવાના કારણે પેદા થયેલી કફોડી સ્થિતિમાંથી હજુ લોકો ઉભરી શક્યા નથી ત્યાં તો બીજી તરફ રસ્તા પર મોટા ભૂવાઓ પડવાની મુશ્કેલી શરૂ થઇ ચુકી છે. વાહનોથી ધમધમતા મહાલક્ષ્મી ચાર રસ્તા પર મહાકાય ભુવો પડ્યો હતો.એમઆઇટી તરફ જતા રસ્તા પર આ ઘટના બની હતી.
 ભુવો પડવાને કારણે  પ્રશાસન દ્વારા અહીં સેફટી માટે બેરિકેશન કરવામાં આવ્યું હતું. ભુવો ખુબ જ મોટો હોવાને કારણે લોકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા અને  ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોવાને કારણે લોકોને ફરીને જવું પડ્યું હતું જેથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.
 તો બીજી તરફ મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે પ્રિ મોન્સૂન કામગીરીને લઈને દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ કામગીરી ન થતી હોવાને અથવા માત્ર દાવાઓને કારણે  પ્રશાસનની પોલ ખુલ્લી પડતી હોય છે. બીજી તરફ ભુવાઓની સ્થિતિને કારણે અમદાવાદના લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. તેવામાં ક્યારે લોકોની સમસ્યાનો અંત આવશે તે એક જોવાનો વિષય છે.
 શહેરમાં પડેલા ભારે વરસાદમાં ઘણા સ્થળે હજું પણ પાણી ઓસર્યા નથી જેથી લોકોને હજુ પણ હાલાકી પડી રહી છે.  પાલડી નજીક આવેલા સેફિઅર ફ્લેટ્સ માં લોક ને હાલાકી પડી છે.  હજુ પણ ફ્લેટ્સના બેઝમેન્ટમાં પાણી છે. 48 કલાક વીતી ગયા વરસાદ ને છતા લોકોની મુશ્કેલી યથાવત છે. લોકોના વાહનો હજું પણ પાણીમાં છે. ફ્લેટના બેઝમેન્ટમાં હજું પણ ઢીંચણસમા પાણી છે. 
ઘણા સ્થળોએ ભરાયેલા પાણીના કારણે વીજળી ગૂલ થવાની સમસ્યાનો સામનો પણ લોકો કરી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.