Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોના બાદ હાઉસ ઓફ વેડિંગ્સ સિનર્જી 3.0ની ત્રીજી એડિશન યોજાઈ

કોરોનાકાળમાં વિવિધ ઈવેન્ટસ અને વેડિંગ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડયો. લગભગ મૃતપાય સ્થિતિમાં આવી ગયેલ આ ઈન્ડસ્ટ્રીઝમાં નવા પ્રાણ ફૂંકાયા તેવા હેતુથી હાઉસ ઓફ વેડિંગ્સ , જે વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વ્યક્તિઓનુ એક સમૂહ છે, તેના દ્વારા 16મી જુલાઇના રોજ અમદાવાદ ખાતે  સિનર્જી 3.0 ઈવેન્ટ કરવામા આવી હતી. કોરોનાકાળમાં આ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતની મેટ્રો સિટીમાં જ 1500 થી 2 હજાર કરોડ જેટà
કોરોના બાદ હાઉસ ઓફ વેડિંગ્સ સિનર્જી 3 0ની ત્રીજી એડિશન યોજાઈ
કોરોનાકાળમાં વિવિધ ઈવેન્ટસ અને વેડિંગ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડયો. લગભગ મૃતપાય સ્થિતિમાં આવી ગયેલ આ ઈન્ડસ્ટ્રીઝમાં નવા પ્રાણ ફૂંકાયા તેવા હેતુથી હાઉસ ઓફ વેડિંગ્સ , જે વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વ્યક્તિઓનુ એક સમૂહ છે, તેના દ્વારા 16મી જુલાઇના રોજ અમદાવાદ ખાતે  સિનર્જી 3.0 ઈવેન્ટ કરવામા આવી હતી.
 કોરોનાકાળમાં આ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતની મેટ્રો સિટીમાં જ 1500 થી 2 હજાર કરોડ જેટલુ માતબર નુકસાન વેઠ્યું છે ત્યારે આ પ્લેટફોર્મ સાથે સંકળાયેલ વિવિધ એજન્સીઓ જેવી કે ઇવેન્ટ ડિઝાઇનર્સ, ડેકોરેટર્સ, ટ્રાવેલ પ્લાનર્સ, કેટરર્સ, હાઉસકિપિંગ, લાઈટ અને સાઉન્ડ કંપનીઓ, ઇલેક્ટ્રિશિયન વગેરે માટે મજબૂત નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. આ સિનર્જી 3.0 ના ભાગ રૂપે સ્પેશિયલ નોલેજ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 
આ ઇવેન્ટ વિશે જણાવતા ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે બહુપ્રતિક્ષિત સિનર્જી 3.0 ની ત્રીજી એડિશન યોજાયા બાદ ખૂબ ખુશ છીએ જેમાં વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ હિતધારકો અને નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. હાલમાં 200 થી વધુ સભ્યો અમારા ગ્રૂપમાં જોડાયા છે અને આગામી ત્રણથી પાંચ વર્ષ માટે અમે 1,000 થી વધુ સભ્યોનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. ધી હાઉસ ઓફ વેડિંગ્સ (HoW) બિઝનેસની તકો બનાવવા અને શેર કરવા, સહઅસ્તિત્વ, નેટવર્કિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટના સંદર્ભમાં મજબૂત પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. જેથી હવે કોરોના બાદ તમામ વેપારીઓ ફરીવાર સારી રીતે બિઝનેસ કરી શકે અને પગભર થાય. 
આ  ઉપરાંત તેમણે  ઉમેર્યું કે અમદાવાદ અને રાજ્યમાં વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ એ મોટાભાગે અસંગઠિત છે. સિનર્જી 3.0 જેવી પહેલ સાથે,અમે ગ્રાહકોને એક જ છત નીચે ગુણવત્તાયુક્ત સર્વિસ પૂરી પાડી છે. લોકો તેમના લગ્ન જેવા શુભ પ્રસંગોનું આયોજન કરવા માટે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમણે કહ્યુ કે  કોવિડ-19ની મહામારીને પગલે ઊભા થયેલા પડકારો દરમિયાન આ ગ્રૂપ બનાવવાનો વિચાર શરૂ કરવામાં આવ્યો હતો. અને આજે તે કારગર સાબિત થઈ રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.